- આજે વિક્રમ સંવત 2078ના નવા વર્ષનો થયો પ્રારંભ
- જૂનાગઢવાસીઓએ દેવદર્શન કરીને નવા વર્ષની કરી ઉજવણી
- સાધુ સંતોએ નવું વર્ષ સુખ સંપદા અને આરોગ્યપ્રદ નીવડે તેવી કરી પ્રાર્થના
જૂનાગઢ: આજે વિક્રમ સંવત 2078ના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે જુનાગઢવાસીઓએ દેવદર્શન કરીને નવા વર્ષની ધાર્મિક ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ ભવનાથમાં આવેલા સ્વયંભૂ ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરીને વિક્રમ સંવતના નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.
વર્ષોથી પરંપરા
વર્ષોથી નવા વર્ષના પ્રથમ દિવસે જૂનાગઢવાસીઓ ભવનાથ મહાદેવના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી આવતા હોય છે, જે પરંપરા આજે પણ જળવાઈ રહેલી જોવા મળી છે.
વિક્રમ સંવત 2078ના વર્ષની જૂનાગઢવાસીઓએ દેવદર્શનથી શરૂઆત કરી ભવનાથ મહાદેવ પર ગિરનાર મંડળના સાધુ-સંતોએ કર્યો અભિષેક
વિક્રમ સવંત 2078ના નવા વર્ષનો પ્રારંભ ભગવાન ભવનાથ મહાદેવ પર અભિષેક કરીને ગિરનાર મંડળના સાધુ સંતોએ પણ વિક્રમ સંવતના નવા વર્ષની ધાર્મિક પૂજા અને અભિષેક સાથે ઉજવણી કરી હતી. ભવનાથ મંડળના અગ્રણી સંત હરીગીરી મહારાજે સૌ દેશવાસીઓને વિક્રમ સંવતના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
વિક્રમ સંવત 2078ના વર્ષની જૂનાગઢવાસીઓએ દેવદર્શનથી શરૂઆત કરી આ પણ વાંચો:મુચકુંદ રાજાની વિનંતી સાંભળી ભગવાન શ્રીકૃષ્ણએ કરી નિલકંઠ મહાદેવની સ્થાપના,જાણો શું છે સંપૂર્ણ કથા...
ગંગાજળનો અભિષેક
તેમણે જણાવ્યું હતું કે આગામી નવું વર્ષ સૌ કોઈ માટે આરોગ્યપ્રદ સુખ સંપદા આપનારું નીવડે અને દેવાધિદેવ મહાદેવ દેશવાસીઓ ઉપર કૃપા વરસાવશે તેવી પ્રાર્થના કરીને ભવનાથ મહાદેવ પર ફળ, બીલીપત્ર અને ગંગાજળનો અભિષેક કરી નવા વર્ષની પ્રથમ પૂજા કરી હતી.
આ પણ વાંચો:જૂનાગઢમાં વિશ્વમાં એકમાત્ર મૂર્તિ સ્વરૂપે પાર્વતીજી સાથે બિરાજે છે સિદ્ધેશ્વર મહાદેવ