ગુજરાત

gujarat

ETV Bharat / city

તમે સૂતા હોય તો જાગોને: મહિલા પરિક્રમાર્થિઓએ ભજનના માધ્યમથી કલેકટરને કરી રજૂઆત - junagadh news

પરિક્રમા (girnar lili parikrama) જવાને લઈને આજે સવારથી જ બપોરના બે વાગ્યા સુધી મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓની સાથે મહિલા ભાવિકો પણ પરિક્રમામાં જવા માટે માંગ કરી રહ્યા હતા, ત્યારે આ મહિલાઓ દ્વારા જિલ્લા કલેકટર પરિક્રમા પર જવા દેવાની મંજૂરી આપે તે પ્રકારનું ભજન ગાઈને પરિક્રમાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

ભજન ગાઈને મહિલા ભાવિકોએ કરી માંગ
ભજન ગાઈને મહિલા ભાવિકોએ કરી માંગ

By

Published : Nov 14, 2021, 6:18 PM IST

  • ભજન ગાઈને મહિલા ભાવિકોએ કરી માંગ
  • પરિક્રમા માટે આવેલી મહિલાઓએ માર્ગ પર બેસીને કલેકટરને કરી વિનંતી
  • સૌરાષ્ટ્રની ધાર્મિક પરંપરા મુજબ ભજન ખૂબ જ પ્રસિદ્ધ માધ્યમ છે

જૂનાગઢ:ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (girnar lili parikrama 2020 )આજે મધ્ય રાત્રીથી શરૂ થઈ રહી છે, પરંતુ કોરોના સંક્રમણને કારણે પરિક્રમા માત્ર પ્રતિકાત્મક રૂપે 400 સાધુ સંતોની હાજરીમાં યોજવાનું નક્કી થયું છે. તે મુજબ એક પણ પરિક્રમાર્થીઓને પરિક્રમા માર્ગ પર જવા દેવાની મંજૂરી આપવામાં આવી નથી. તેને લઈને પરિક્રમા કરવા માટે આવેલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા માર્ગ પર નહીં જવા દેવાને લઈને તેનો ધાર્મિક વિરોધ કર્યો હતો. પરિક્રમા કરવા માટે આવેલી મહિલાઓએ ભજન ગાઈને જિલ્લા કલેકટર (The female pilgrims made a Bhajan to request the collector )ને પરિક્રમા માર્ગ પર જવા દેવાની મંજૂરી આપે તે પ્રકારની માર્મિક માંગ કરી હતી.

તમે સૂતા હોય તો જાગોને: મહિલા પરિક્રમાર્થિઓએ ભજનના માધ્યમથી કલેકટરને કરી રજૂઆત

મહિલા ભાવિકોએ કલેકટરનું ભજન ગાઈને પરિક્રમા કરવા દેવાની માંગ કરી

આજે મોટી સંખ્યામાં પરિક્રમા કરવા માટે આવેલા પરિક્રમાર્થીઓ રૂપાયતન નજીક પરિક્રમા માર્ગ પર એકઠા થયા હતા, પરંતુ તેમને અહીંથી આગળ ધપવા દેવામાં ન આવ્યાં ત્યારે પરિક્રમા માટે આવેલ મહિલા ભાવિકોએ જૂનાગઢ જિલ્લા કલેકટરને પરિક્રમા કરવા દેવામાં આવે તેવી માંગ કરતું ભજન ગાઈને જિલ્લા કલેકટર સમક્ષ માર્મિક વિનંતી કરી હતી. સૌરાષ્ટ્રમાં લોક ભજન પ્રત્યેક ઘરમાં ગવાતુ ધાર્મિક સંગીત છે. ત્યારે પરિક્રમામા ભાગ લેવા માટે આવેલી મહિલાઓએ ધાર્મિક સંગીતનો સહારો લઇને જિલ્લા કલેકટરનું ભજન બનાવીને તેને ભજનના માધ્યમથી પરિક્રમા પથ પર જવા દેવામાં આવે તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો:ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે 1500થી 2000 પરિક્રમાર્થીઓએ અડિંગો જમાવતા પોલીસે અટકાવ્યા

આ પણ વાંચો:ગિરનારમાં લીલી પરિક્રમા યોજાવાની ન હોવા છતાં પરિક્રમાર્થીઓ પહોંચ્યા તળેટી, જાણો કારણ...

ABOUT THE AUTHOR

...view details