- શિયાળા દરમિયાન ખોરાકને લઈને ડૉક્ટરે આપ્યો અભિપ્રાય
- આ ઋતુમાં લીલા શાકભાજી અને વસાણા લાભકારક
- શિયાળાની ઋતુમાં ખોરાક પ્રત્યે નિષ્કાળજી દાખવવાથી રોગો પણ થઈ શકે
જૂનાગઢઃ શિયાળાની ઋતુને તમામ ઋતુમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જેની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે છે કે આ ઋતુ દરમિયાન મોટા પ્રમાણમાં મળી આવતા શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની ભરમાળ જોવા મળે છે. જેને કારણે સ્વાદના રસિકો માટે શિયાળાની ઋતુ ખૂબ મહત્વ રાખતી હોય છે. આ ઋતુમાં લીલા શાકભાજીની સાથે કઠોળ, ફળ, ફ્રૂટ અને વસાણા પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવતા હોય છે. જેને આપણા આરોગ્ય માટે પણ ખૂબ સારા માનવામાં આવી રહ્યાં છે. વધુમાં શિયાળા દરમિયાન જઠરાગ્નિ વધુ પ્રબળ બનતી જોવા મળે છે. આ સમયમાં લોકોની જઠરાગ્ની પ્રબળ બનવાને કારણે ખોરાક ગ્રહણ કરવાની આદત તો અને તેનું પ્રમાણ પણ ખૂબ જ વધી જતું હોય છે. વધુમાં શિયાળા દરમિયાન તમામ પ્રકારના શાકભાજી લઈને ફળ, ફ્રૂટ, તેમજ કઠોળ અને વસાણાં પણ પુષ્કળ પ્રમાણમાં બનતા અને વહેંચાતા હોય છે. જેને કારણે સ્વાદના રસિકો માટે શિયાળાની ઋતુ ખુબ જ મજેદાર અને ગુલાબી માનવામાં આવી રહી છે અને તેને કારણે લોકો શિયાળામાં ભરપેટ ભોજન કરવાનો આનંદ પણ માણતા હોય છે, પરંતુ આ ઋતુ દરમિયાન ભોજનમાં નિષ્કાળજી દાખવવામાં આવે તો જેને તંદુરસ્તીનો મહિનો કહેવામાં આવે છે તેવા શિયાળામાં પણ લોકો બીમારીનો ભોગ બની શકે છે.