જૂનાગઢઃ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી રહી હતી, જેના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન પણ થયું છે. ત્યારે જૂનાગઢ શહેરના વાતાવરણમાં સમી સાંજે પલટો જોવા મળ્યો છે અને શહેરમાં વીજળીના ભારે ચમકારા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહીઓ કરવામાં આવી રહી છે. તે મુજબ જૂનાગઢ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, સમી સાંજથી શહેરમાં જોવા મળી રહ્યા છે વીજળીના ચમકારા - હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે શુક્રવારે સમી સાંજે જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે અને શહેરમાં ભારે વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે.
જૂનાગઢના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, સમી સાંજથી શહેરમાં જોવા મળી રહ્યા છે વીજળીના ભારે ચમકારા
સાંજે જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને તેને કારણે જૂનાગઢના આકાશમાં ભારે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. વીજળીના ચમકારા સમયે જાણે કે દિવસ હોય તેવો ઉજાસ રાત્રે જૂનાગઢ શહેરમાં જોવા મળ્યો હતો. હવે જ્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.