ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ મનપાના અધિકારીઓને ફૂલહાર પહેરાવી ઝૂંપડપટ્ટીના મુદ્દે આંદોલનકારીઓએ કરી ગાંધીગીરી - The agitators gave flowers to the officials

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીને નિયમિત કરવાને લઈને ગત કેટલાક દિવસોથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે શુક્રવારના રોજ 100માં દિવસે પ્રવેશતા આંદોલનકારીઓએ નવતર વિરોધ કર્યો હતો. કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓને ગુલાબનું ફૂલ અને ફૂલહાર આપીને તેમની નિષ્ફળતાઓને બિરદાવીને ઝૂંપડપટ્ટી અંગે કોઈ નિર્ણય તાકીદે કરવામાં આવે તેવી માંગ કરી હતી.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને ફુલહાર કરી આંદોલન કારીઓએ કરી ગાંધીગીરી
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને ફુલહાર કરી આંદોલન કારીઓએ કરી ગાંધીગીરી

By

Published : Oct 9, 2020, 3:26 PM IST

જૂનાગઢઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી ઝૂંપડપટ્ટીને નિયમિત કરવાને લઈને છેલ્લા 100 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, આ ઝૂંપડપટ્ટીમાં અંદાજીત એક લાખ કરતા વધુ પરિવારો રહે છે. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટીને નિયમિત નહીં કરવાના વિરોધમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો આંદોલન પર ઉતરી ગયા હતા. જેનો શુક્રવારના રોજ 100માં દિવસમાં પ્રવેશ કરતા આંદોલનકારીઓએ નવતર વિરોધ કર્યો હતો. શુક્રવારના રોજ કોર્પોરેશનમાં જઈને અધિકારી અને પદાધિકારીઓને ગુલાબનું ફૂલ અને ફુલહાર અર્પણ કરીને તેમની નિષ્ફળતાને બિરદાવવાનો પ્રયાસ કર્યો હતો.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને ફુલહાર કરી આંદોલન કારીઓએ કરી ગાંધીગીરી

જૂનાગઢના પ્રથમ મેયર મહેન્દ્ર મશરૂથી લઈને મેયર લાખાભાઇ પરમારના કાર્યકાળ સુધીમાં ઝૂંપડપટ્ટીને નિયમિત કરવા અંગે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમ છતા વર્ષ 1993થી સતત ગુંચવાતો આવતો આ ઝૂંપડપટ્ટી નિયમિત કરવાનો મુદ્દો હાલ પણ જેમનો તેમ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને ફુલહાર કરી આંદોલન કારીઓએ કરી ગાંધીગીરી

ત્યારે શુક્રવારના રોજ આ આંદોલન 100માં દિવસમાં પ્રવેશ્યું હતું. તેમ છતા કોર્પોરેશન દ્વારા કોઇ અંતિમ નિર્ણય નહીં કરવામાં આવતા શુક્રવારના રોજ આંદોલનકારીઓએ ગુલાબનું ફૂલ અને ફૂલહાર આપીને કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને તેમની નિષ્ફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details