ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં 40થી વધુ કલાકારોએ ભાગ લીધો - latestgujaratinews

જૂનાગઢમાં યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાના કલા મહાકુંભ નું આયોજન થયું છે જેમાં રાજ્ય માંથી અલગ અલગ વય જૂથમાં ૪૦ જેટલા કલાકારોએ કલા મહાકુંભ માં ભાગ લઈને કલાના ojas પાથરવાનો પ્રયાસ કર્યો હતો

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Jan 6, 2021, 9:21 AM IST

સમગ્ર રાજ્યમાંથી 40 જેટલા કલાકારોએ કલા મહાકુંભમાં લીધો ભાગ

જૂનાગઢમાં રાજ્ય કક્ષાના કલા મહાકુંભનું થયું આયોજન

કલા મહાકુંભ થતી છેવાડાની પ્રતિભાઓને બહાર આવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે

જૂનાગઢમાં રાજ્ય કક્ષાના કલા મહાકુંભનું થયું આયોજન
જૂનાગઢ : શહેરમાં કલા મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની ભજન અને લોકગીતની સ્પર્ધાનું આયોજન કરાયું હતુ.યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જુનાગઢના સંયુક્ત ઉપક્રમે આજે જૂનાગઢમાં રાજ્ય કક્ષાના કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહાકુંભમાં સમગ્ર રાજ્યમાંથી અંદાજે 40 ભજન અને લોકગીતના કલાકારોએ ભાગ લઈને કલાના ઓજસ કલા મહાકુંભમાં પાથરવાનો પ્રયાસ કર્યો હતો.

કલા મહાકુંભમાં રાજ્યમાંથી 40 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ

જૂનાગઢમાં રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં 40થી વધુ કલાકારોએ ભાગ લીધો

કલા મહાકુંભ આપણી પ્રાચીન કલા વારસાને વિશાળ માધ્યમ પર તક પૂરી પાડે છે. જેને લઇને કલા મહાકુંભ નું આયોજન દર વર્ષે થતું આવે છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં કલાકારો ભાગ લઇને પોતાની કલાને અન્ય પ્રાંત અને પ્રદેશ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.કલા મહાકુંભમાં સમગ્ર રાજ્યમાંથી ચાર અલગ-અલગ જુથમાં 40 જેટલા ભજન અને લોકગીતના કલાકારોએ ભાગ લીધો હતો.14 વર્ષ તેમજ 15 થી 20 ,21 થી 59 અને 60 કે તેનાથી વધુ વયની ચાર અલગ-અલગ કક્ષાઓ નક્કી કરવામાં આવી હતી.

પ્રતિસ્પર્ધીઓ પોતાની કલાના માધ્યમથી એકબીજા ને ચેલેન્જ કરતા જોવા મળશે

જેમાં પ્રતિસ્પર્ધીઓ પોતાની કલાના માધ્યમથી એકબીજા ને ચેલેન્જ કરતા જોવા મળશે. કલા મહાકુંભ ગામડાઓ અને ખાસ કરીને છેવાડામાં પડેલી કલા વારસાને વિશાળ ફલક આપવા માટે પણ ખૂબ મોટું પ્રધાન છે.કલા મહાકુંભના માધ્યમથી કેટલાક કલાકારો આજે પોતાની જાતને સ્થાપિત કરવા માટે પણ સફળ બન્યા છે. ત્યારે આજે દિવસ દરમિયાન આયોજિત કલા મહાકુંભમાં પ્રતિસ્પર્ધીઓ એકમેકની સામે ચડિયાતા લોકગીત અને ભજન સંભળાવીને રાજ્યના શ્રેષ્ઠ કલાકાર બનવા તરફની વધુ એક સફળતા તરફ આગળ વધતા જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details