ગુજરાત

gujarat

Barvala Latthakand Case: જૂનાગઢના સામાજિક આગેવાનોએ માગ્યું ગૃહ પ્રધાનનું રાજીનામું, કર્યા સરકાર વિરોધી આક્ષેપ

By

Published : Jul 26, 2022, 7:37 PM IST

જૂનાગઢ બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડે(Barvala Latthakand Case) હાહાકાર સર્જાયો છે. જેને લઈને હવે રાજકારણ પર ગરમાઈ રહ્યું છે. જૂનાગઢના સામાજિક આગેવાને રાજ્યના ગૃહ પ્રધાનના(State Home Minister) રાજીનામાની માંગ કરી છે. શહેરમાં પણ છડેચોક જ્યા જુઓ ત્યાં દારૂ વેચાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં રાજ્યની સરકાર દારૂ વેચતા બુટલેગરોમાં પ્રોત્સાહન આપતી હોવાને કારણે આ લઠ્ઠાકાંડનું સર્જન થયું છે.

Barvala Latthakand Case: જૂનાગઢના સામાજિક આગેવાનોએ માગ્યું ગૃહ પ્રધાનનું રાજીનામું, કર્યા સરકાર વિરોધી આક્ષેપ
Barvala Latthakand Case: જૂનાગઢના સામાજિક આગેવાનોએ માગ્યું ગૃહ પ્રધાનનું રાજીનામું, કર્યા સરકાર વિરોધી આક્ષેપ

જૂનાગઢ: જૂનાગઢના બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડે(Barvala Latthakand Case) તારાજીની પરિસ્થિતિ સર્જી છે. આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે. બોટાદમાં છેલ્લા લઠ્ઠાકાન્ડને લીધે 29 લોકોના મૃત્યુ થયા છે. જેને લઈને તંત્ર દોડતું થઇ ગયું છે. આ પરીણામને લઈને સામાજિક આગેવાનો(Social leaders of Junagadh) એ માગ કરાત કહ્યું છે કે, રાજ્યની સરકાર દારૂ વેચતા બુટલેગરોમાં પ્રોત્સાહન આપતી હોવાને કારણે આ લઠ્ઠાકાંડનું સર્જન થયું છે. એમની એ માગ હતી કે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકાર જવાબદાર હોવાનું કહીને ગૃહ પ્રધાન(State Home Minister) હર્ષ સંઘવીના રાજીનામાની માંગ(Demanded Resignation of Home Minister) કરી છે.

રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકાર જવાબદાર હોવાનું કહીને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છેરાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકાર જવાબદાર હોવાનું કહીને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે

આ પણ વાંચો:દારૂને બદલે બટકાવ્યું કેમિકલ, પ્રવાહીમાં એક પણ ટીપુ દારૂ ન મળ્યો

શહેરમાં મળે છે છડેચોક દારૂ -બોટાદ જિલ્લાના બરવાળામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. જૂનાગઢના સામાજિક આગેવાન અને એસ સી એસટી કોમી એકતા મંચના બટુક મકવાણાએ લઠ્ઠાકાંડને વખોડ્યો છે. આ લઠ્ઠાકાંડ પાછળ રાજ્યની સરકાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાનો આક્ષેપ કરીને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. મોટેભાગે તેનો ભોગ મજૂરો, ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારો બની રહ્યા છે.

દારૂનો આ ધંધો પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની નજર નીચે ચાલી રહ્યો છે -વર્ષોથી દેશી દારૂના વેચાણના હબ બનેલા વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો દારૂ પીવા માટે આવતા હોય છે. એવો આક્ષેપ બટુક મકવાણાએ કર્યો છે. આ સાથે એ પણ જણાવ્યું છે હતું કે, દારૂનો આ ધંધો રાજ્યની સરકાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની(High officials of police department) નજર નીચે ચાલી રહ્યો છે. આ લઠ્ઠાકાંડ પાછળ રાજ્યની સરકાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જવાબદાર છે. તમામ અધિકારીઓ વિરુદ્ધ પણ માનવધનો ગુનો દાખલ કરી, તેવી માંગ કરી છે.

શહેર અને જિલ્લામાં દર વર્ષે 50થી વધુ પ્રોબેશનના કેસ -જૂનાગઢ શહેર અને જિલ્લામાં વર્ષ દરમિયાન 50 કરતાં વધુ કેસ પ્રોબેશનના થતા હોય છે. જેમાં મોટાભાગે પર પ્રાંતીય દારૂ પકડાતો હોય છે. થોડા સમય પૂર્વે જ જૂનાગઢના ઇતિહાસનો સૌથી વધુ એક કરોડ કરતાં વધુની કિંમતનો પર પ્રાંતીય દારૂ જૂનાગઢ પોલીસે પકડી પાડ્યો હતો. ખાસ કરીને ગામડાઓમાં મહિલાઓ પણ દારૂના વેચાણ સાથે જોડાયેલી છે. જે પૈકીની કેટલીક મહિલા બુટલેગરો વિરુદ્ધ જૂનાગઢ પોલીસે પ્રોબેશનના ગુના દાખલ કર્યા છે. કેટલાક કિસ્સામાં પ્રોબેશનના રીઢા આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ પોલીસે પાસા કાયદા તળે પણ આકરી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો:13 લોકો સામે ફરિયાદ, કેમિકલ સપ્લાય કરનારની કરાઈ ધરપકડ : DGP આશિષ ભાટીયા

જૂનાગઢ શહેરમાં પણ દેશી દારૂની બદી જોવા મળે છે -જૂનાગઢ શહેર અને જિલ્લામાં પર પ્રાંતિય દારૂની સાથે વિદેશી દારૂની બદી પણ સતત જોવા મળે છે. દેશી દારૂનો ભોગ ખાસ કરીને ગરીબ, મજુર પરિવારો બની રહ્યા છે. જૂનાગઢ પોલીસ પર પ્રાંતીય દારૂ પર ઘોષ બોલાવી રહી છે. દારૂને પકડી રહી છે પરંતુ દેશી દારૂની બદીને રોકવામાં જૂનાગઢ પોલીસ અસફળ રહી છે. જૂનાગઢમાં છુટથી મળી રહેલા દેશી દારૂના દૂષણને પણ બંધ કરવામાં આવે તેવી માંગ પણ સામાજિક આગેવાન કરી રહ્યા છે. બોટાદના બરવાળામાં સામાજિક આગેવાનોએ લઠ્ઠાકાંડના તમામ આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું રાજીનામું પણ માંંગ્યું છે.

ABOUT THE AUTHOR

...view details