જૂનાગઢઃ જિલ્લાના માંગરોળમાં 1 હજાર 850 જેટલી મોટી બોટ છે. પરંતુ માંગરોળ બંદરની કેપેસીટી ન હોવાથી અમુક બોટોને ઓખા બંદર ખાતે લાંગરી દેવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. સમુદ્રમાં જોરદાર કરંટ હોવાથી લોકોને સમુદ્ર કીનારે નહીં જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
જૂનાગઢઃ માંગરોળ બંદર પર વાવાઝોડાને લઈને લગાવાયું 1 નંબરનું સિગ્નલ - junagadh latets news
વાવાઝોડાની આગાહીને લઈને માંગરોળ બંદરથી માછીમારી કરવા ગયેલી 1 હજાર 850 બોટોને તંત્ર દ્વારા માંગરોળ બંદર ઉપર પરત બોલાવી લેવામાં આવી છે. જેમાંથી અમુક બોટોને નજીકના બંદર ઉપર જવાની સુચના આપવામાં આવી છે.
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માંગરોળ બંદરમાં હાલ 1 હજાર 850 બોટો આવેલી છે અને માંગરોળમાં હાલની જેટીની 500 બોટનો સમાવેશ કરવાની કેપેસીટી છે. જેથી વધારાની બોટોને એકર ઉપર રાખવી પડતી હોય છે. પરંતુ એકર ઉપર બોટ રાખવાથી બોટમાં નુકસાની થવાની શકયતા વધી જતી હોય છે. જેથી અન્ય બંદરોમાં લાંગરવાની નોબત આવી છે.
બીજી જેટી ફેસથ્રીની કામગીરી શરૂ કરાઇ છે. જે ફેસથ્રીમાં 5 હજાર જેટલી બોટોનો સમાવેશ કરવાની કેપેસિટી હોય છે. પરંતુ હાલ તેમનું કામ પુંરૂં નહી થતાં માંગરોળ બંદરની બોટોને બીજા બંદરો ઉપર ખસેડવાનો વારો આવ્યો છે, જયારે માંગરોળ બંદરમાં જે બોટ વહેલી આવે તોજ સમાવેશ થાય જયારે મોડેથી આવે તો માંગરોળ બંદરમાં બોટ રાખવાની જગ્યા નહી મળતાં બીજા બંદરો ઉપર જવું પડે છે.