જૂનાગઢ : આજથી શિવને પ્રિય એવો શ્રાવણ માસ શરૂ (Shravan Month 2022) થઈ રહ્યું છે, ત્યારે સતત 30 દિવસ સુધી દરેક શિવાલયોમાં હર હર મહાદેવ અને જય શિવ શંકરના નાદ ગુંજતા જોવા મળશે. શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા અને તેની ભક્તિનું ખાસ અને વિશેષ મહત્વ હિન્દુ ધર્મ ગ્રંથોમાં આંકવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવ માતા પાર્વતી સાથે સાકાર એટલે કે મૂર્તિના રૂપમાં (Siddheshwar Mahadev) દર્શન આપી રહ્યા છે. સિદ્ધેશ્વર મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે પણ તેમને સિદ્ધેશ્વર મહાદેવ નામ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવ્યું હતું.
ધાર્મિક આસ્થા સાથે પ્રારંભ -આજથી પવિત્ર શ્રાવણ માસનો ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે શરૂઆત થઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં સાકાર સ્વરૂપે માતા પાર્વતી સાથે દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. જેના દર્શન કરીને શ્રાવણ માસમાં શિવ (Mahadev with Parvati) ભક્તો ધન્યતા અનુભવે છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા જૂનાગઢમાં આવેલા મંદિરમાં સ્વયમ સાકાર રૂપે માતા પાર્વતીની સાથે સિદ્ધેશ્વર મહાદેવનું સ્થાપન કર્યું હતું, ત્યારથી જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં માતા પાર્વતીની સાથે સિધેશ્વર મહાદેવ સાકાર રૂપમાં દર્શન આપી રહ્યા છે. આ પ્રકારે મૂર્તિ રૂપમાં દર્શન આપતા સમગ્ર ભારત વર્ષનું એકમાત્ર સિધેશ્વર મહાદેવ મંદિર બની રહ્યું છે. જેને કારણે પણ શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.
સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના -જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયમ મહાદેવનું સ્થાપન કરવામાં આવ્યું હોવાની માન્યતા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. મહાદેવની સ્થાપન વખતે ભગવાન સ્વામિનારાયણે હર કોઈ શિવ ભક્તોના સંકલ્પ (Junagadh Shravan Month) દેવાદિદેવ મહાદેવ અને માતા પાર્વતી સાકાર રૂપે પૂર્ણ કરે તેવી પૂજા કરીને શિવ અને પાર્વતીની સાકાર મૂર્તિનું સ્થાપન કર્યું હતું, ત્યારથી મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે તેને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પણ શિવ ભક્તો પૂજી રહ્યા છે. સિધેશ્વર મહાદેવનામાં આસ્થા ધરાવનાર મહાદેવના સાકાર રૂપે દર્શન કરવાથી તેના કર્મ બંધનની પીડામાંથી મુક્તિ મળે છે. તેવો અહેસાસ સાકાર સિધ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને પ્રાપ્ત કરી રહ્યા છે.