- મધ્ય ગીરમાં પાણીથી સર્જન થતી શિવલિંગ
- શ્રાવણ મહિનામાં ભાવિ ભક્તોનો ધસારો
- શિવલિંગને ટપકેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે
જૂનાગઢ : ગીર મધ્યની વચ્ચે પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો શ્રાવણ માસમાં અનેરો લહાવો મેળવીને મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થયા છે. ગીર ગઢડા નજીક ગીરની લીલી વનરાજી વચ્ચે ગુફામાં પૌરાણિક ટપકેશ્વર મહાદેવ બિરાજે છે, જેના દર્શનનો લાભ શ્રાવણ મહિનામાં ભાવિકો દ્વારા લેવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો;ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવ, જ્યાં સ્વામી વિવેકાનંદે પણ કરી હતી સાધના
સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થયું
પૌરાણિક સમયમાં મેઘાવી ઋષી દ્વારા ઘણા વરસો સુધી આ જગ્યામાં તપસ્ચર્યા કર્યા બાદ, મહાદેવ પ્રસન્ન થયા અને મેઘાવી ઋષીએ જ્યાં તપસ્ચર્યા કરી હતી તે ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકવાનું શરૂ થયું, ત્યાં કાળક્રમે પાણીના ટીપા પડતા હતા, તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થવા પામ્યું, ત્યારથી આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અહી શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે અને ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવવિભોર થાય છે.
સ્વયંભૂ પાણીના ટીપામાંથી સર્જાતી શિવલિંગ આ પણ વાંચો;સનાતન હિન્દુ ધર્મમાં ચાર પ્રહરની પૂજાનું છે ખૂબ જ મહત્વ, પ્રહર દરમિયાન શિવની પૂજા કરવાથી મળે છે અકલ્પનીય ફળ
ટપકેશ્વર મહાદેવનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો
ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે 5 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે, ટપકેશ્વર મહાદેવનું મંદિર આરર્ક્ષિત જંગલમાં હોવાને કારણે અહી સુરક્ષા દર્શનાર્થીઓએ જાતે રાખવી પડે છે, ગુફામાં આવેલા શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો કષ્ટ વેઠીને પણ અહી આવે છે, ગુપ્ત સરસ્વતી નદીને કાંઠે આવેલું ટપકેશ્વર મહાદેવનું પોરાણિક મંદિર હોવાને કારણે ખાસ કરીને શ્રાવણ માસમાં અહી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, અહી આવેલી ગુફાઓ વર્ષમાં એક વાર પાણીથી ભરાઈ જાય છે. જેને આજ દિન સુધી કોઈ જોઈ શક્યું નથી, જેને મહાદેવનો એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે, જે ગુફામાં ટપકેશ્વર મહાદેવ બિરાજે છે તે ગુફામાં પ્રાણવાયુની ભારે અછત હોવા છતાં ભક્તો આ ગુફામાં કલાકો સુધી બેસીને ભોળાનાથની આરાધના કરે છે.
સ્વયંભૂ પાણીના ટીપામાંથી સર્જાતી શિવલિંગ