ગુજરાત

gujarat

15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજ વચ્ચેનો શું છે તફાવત...?

15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે તિરંગાને ફરકાવવામાં આવે છે, પરંતુ બન્ને તિરંગામાં તફાવત હોય છે. 15 ઑગસ્ટના દિવસે ધ્વજને નીચેથી ઉપરની તરફ ફરકાવવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીના દિવસે ધ્વજને ઉપર જ રાખીને ફરકાવવામાં આવે છે.

By

Published : Jan 26, 2020, 11:37 PM IST

Published : Jan 26, 2020, 11:37 PM IST

ETV BHARAT
જુઓ 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજનો તફાવત

જૂનાગઢ: ભારતના 2 રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર અને ગણતંત્ર પર્વના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવે છે. 15મી ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને દોરીથી બાંધીને નીચેથી ઉપરની તરફ લઇ જઈને ફરકાવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજને ઉપર જ ફરકાવવામાં આવે છે.

જુઓ 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજનો તફાવત

15 ઑગસ્ટના રોજ રાષ્ટ્રીયધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ખોલીને ફરકાવવામાં આવે છે. જેને ‘ધ્વજારોહણ’ કહેવામાં આવે છે અને તેને અંગ્રેજીમાં Flag Hoisting કહેવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના પ્રસંગે રાષ્ટ્રધ્વજ ઉપરથી જ બાંધેલો હોય છે. જેને ખોલીને ત્યાં જ ફરકાવવામાં આવે છે. જેને ‘ધ્વજ ફરકાવવો’ કહેવાય છે અને તેને અંગ્રેજીમાં Flag Unfurling તરીકે ઓળખવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details