ગુજરાત

gujarat

By

Published : Jul 5, 2022, 8:19 AM IST

ETV Bharat / city

કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ હવે દારૂબંધી!! કેટલા સમય સુધી, જૂઓ

કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં 5 જુલાઈથી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ (Prohibition of alcohol in the Union Territory) મૂકવામાં આવ્યો છે. દિવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને (Div Municipal Council General Election) ધ્યાનમાં રાખી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ હવે દારૂબંધી!! કેટલા સમય સુધી, જૂઓ
કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ હવે દારૂબંધી!! કેટલા સમય સુધી, જૂઓ

જૂનાગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ ફરવા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. કારણ કે, અહીં મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓના (Div Municipal Council General Election) કારણે 5થી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણા પર પ્રતિબંધ (Prohibition of alcohol in the Union Territory) મૂકવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ચૂંટણીનું આયોજન અને મતદાન થાય છે. ત્યારે દિવમાં કાયદા અનુસાર આલ્કોહોલિક પીણાંનું વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

મતદાનના કારણે દારૂબંધી -દિવ મ્યુનિસિપલ કાઉન્સિલની (Div Municipal Council General Election) ચૂંટણી માટે આગામી 7 જુલાઈ (ગુરુવારે) સામાન્ય મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે, જેની મતગણતરી 9 જુલાઈ (શનિવારે) હાથ ધરાશે. ત્યારે સંઘ પ્રદેશના કાયદા અનુસાર, તમામ પ્રકારની ચૂંટણીના મતદાન પૂર્વે 2 દિવસ અગાઉ અને મતદાન પૂર્ણ થયાના 24 કલાક બાદ સુધી સમગ્ર સંઘ પ્રદેશ દિવમાં તમામ પ્રકારના આલ્કોહોલિક પીણાંનું સેવન કરવું અને તેનું વેચાણ કરવાનું પ્રતિબંધિત (Prohibition of alcohol in the Union Territory) કરવામાં આવ્યું છે

આ પણ વાંચો-Alcohol seized in Ahmedabad: નકલી વિદેશી દારૂના ગૃહ ઉધોગ બાદ દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

આજથી જ દારૂબંધીનો અમલ - તે મુજબ હવે આજથી (5 જુલાઈ) 8 જુલાઈ સુધી સંઘ પ્રદેશ દિવમાં તમામ પ્રકારના આલ્કોહોલિક પીણાંના વેચાણ અને તેના સેવન કરવા પર પ્રતિબંધ (Prohibition of alcohol in the Union Territory) લગાવવામાં આવ્યો છે, જેનો અમલ સાર્વત્રિક રીતે કરવાનો રહેશે.

આ પણ વાંચો-આ ગામ માંગી રહ્યો છે દારૂ, તો સરપંચે અનોખી રીતે આપી ધમકી

મતદારોને કોઈ લલચાવે નહીં તે માટે કરાયો નિર્ણય - સંઘ પ્રદેશ દિવના કાનૂન અનુસાર, મતદાનના દિવસે કોઈ પણ ઉમેદવાર સામાન્ય મતદારોને લલચાવી અને તેના મતાધિકારનો દુરૂપયોગ ન કરાવી જાય તેમ જ મતદાનના દિવસે તમામ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે. તે માટે સંઘ પ્રદેશ દિવમાં તમામ પ્રકારના આલ્કોહોલિક પીણાંનું સેવન અને તેના વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

જાહેરનામું પ્રસિદ્ધ કરાયું - તે મુજબ આજથી (5 જુલાઈ) 8 જુલાઈ સુધી સંઘ પ્રદેશ દિવના નાગરિકો સહિત અહીં પ્રવાસન માટે આવતા તમામ પ્રવાસીઓ પણ આ દિવસો દરમિયાન આલ્કોહોલિક પીણાંનું સેવન નહીં કરી શકે. આ ઉપરાંત રેસ્ટોરાં, બીયર બાર અને હોટેલના સંચાલકો પણ દિવમાં દારૂનું વેચાણ (Prohibition of alcohol in the Union Territory) નહીં કરી શકે. આ પ્રકારનું જાહેરનામું દિવ જિલ્લા વહીવટી તંત્ર સેન્ટ્રલ એક્સાઇઝ (Div District Administration Central Excise) દ્વારા જાહેર કરવામા આવે છે. તે મુજબ આજથી મતદાન પૂર્વે દિવમાં દારૂનું સેવન અને વેચાણ નહીં કરવાનું જાહેરનામું (Prohibition of alcohol in the Union Territory) પણ પ્રસિદ્ધ કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details