ગુજરાત

gujarat

ETV Bharat / city

Maha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી - જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા (Maha Shivratri Melo 2022)ના આયોજનને લઇને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Maha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી
Maha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી

By

Published : Feb 6, 2022, 10:52 PM IST

જૂનાગઢ: આગામી 25મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ દરમિયાન પાંચ દિવસના મહાશિવરાત્રી મેળા (Maha Shivratri Melo 2022)નું આયોજન થઇ શકે છે. મેળાના આયોજનને લઇને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 25મી ફેબ્રુઆરીએ ભવનાથ મહાદેવ (Junagadh bhavnath mahadev) પર ધજા બંધાવાની સાથે પાંચ દિવસના આ ધાર્મિક ઉત્સવની શરૂઆત થશે. ત્યારે મેળામાં આવનાર સાધુ-સંતો નાગા સંન્યાસીઓ અને કેટલાક ઉતારા માટે જૂનાગઢ મનપાએ તાંત્રિક કહી શકાય તે પ્રકારે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા દ્વારા મંડપ અને લાઇટિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે જૂનાગઢ મનપાએ ઓનલાઈન આવેદનપત્ર રસ ધરાવતા એકમો પાસેથી મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Maha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી

આ પણ વાંચો:Pakistan Marines hijack 2 boats: આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીકથી 2 બોટનું અપહરણ કરતું પાક મરીન

રાજ્ય સરકારે હજુ નથી આપી લીલીઝંડી

આગામી મહાશિવરાત્રી મેળા (junagadh maha shivratri melo )ના આયોજનને લઇને જૂનાગઢ મનપા દ્વારા પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ રાજ્ય સરકારે હજુ સુધી મેળાનું આયોજન થશે કે કેમ તેને લઈને કોઈ પણ પ્રકારની મંજુરી આપી નથી, પરંતુ મેળામાં વ્યવસ્થા ઊભી કરવા માટે 10 દિવસ પૂર્વેથી કામગીરી શરૂ કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે, ત્યારે જૂનાગઢ મનપાએ રાજ્ય સરકાર મેળો યોજવા માટે મંજુરી આપે તો યુદ્ધના ધોરણે તમામ વ્યવસ્થાઓ પૂરી કરવી શક્ય ન બને તે માટે અત્યારે કેટલીક વ્યવસ્થાઓના ઓનલાઈન ટેન્ડર દ્વારા કામગીરી શરૂ કરાવી છે. જો રાજ્ય સરકાર મેળાના આયોજનને લઇને હકારાત્મક અભિગમ દેખાડશે તો મેળાના આયોજનને લઇને જૂનાગઢ મનપા કોઈ તાકીદની વ્યવસ્થા ઊભી ન કરવી પડે તે માટે મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રક્રિયા શરૂ કરી છે.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14391501_-2.jpg

આ પણ વાંચો:Gujarat Padma Shri: 400 વર્ષ જૂની રોગાન આર્ટ માટે કચ્છના કારીગરને પદ્મશ્રી એવોર્ડ

મંજૂરી આપશે તે મુજબ મેળાનું આયોજન થશે

સમગ્ર મામલાને લઈને જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ETV Bharat સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારે જે પ્રમાણે મેળાના આયોજનની મંજૂરી આપશે તે મુજબ મેળાનું આયોજન થશે, પરંતુ મેળાનું આયોજન ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે, ત્યારે તમામ વ્યવસ્થાઓ રાતોરાત ઊભી કરવી શક્ય બનતી નથી. જેને ધ્યાને રાખીને અગાઉથી કેટલીક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો રાજ્ય સરકાર મેળાના આયોજન કરવાને લઈને લીલી ઝંડી આપશે, તે મુજબ મેળાનું આયોજન જૂનાગઢ મનપાના હિસ્સે જે કામગીરી આવે છે. તે મુજબ આયોજન કરવામા સરળતા રહે તે માટે મંડપ અને લાઇટિંગની વ્યવસ્થા કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.

Maha Shivratri Melo 2022: આગામી મહા શિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મનપાની પૂર્વ તૈયારી

ABOUT THE AUTHOR

...view details