ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં રમઝાન ઈદની નમાઝ એક પણ મસ્જિદમાં અદા નહીં થાય

કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં આપવામાં આવેલા લોકડાઉનમાં આવતા પવિત્ર રમઝાન માસ અને ઈદના તહેવારોમાં અદા કરવામાં આવતી નમાજ આ વર્ષે મસ્જિદોમાં અદા નહીં કરવામાં આવે તો 25 મેના રમઝાન ઇદના તહેવારે સૌ મુસ્લિમ બિરાદરો તેમના ઘરોમાં ઇદની નમાઝ અદા કરીને પવિત્ર રમઝાન ઈદનો તહેવાર ધાર્મિક ભાઈચારાની ભાવના સાથે મનાવશે.

Ramzan Eid in Junagadh
જૂનાગઢમાં રમઝાન ઈદની એક પણ મસ્જિદમાં નમાઝ અદા નહીં થાય

By

Published : May 24, 2020, 5:50 PM IST

જૂનાગઢઃ કોરોના વાઈરસના કહેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે સોમવારે રમઝાન ઇદના તહેવાર બાદ રમઝાન માસની પૂર્ણાહૂતિ થાય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદની ઉજવણી જાહેર મસ્જિદોમાં નમાઝ અદા કરીને કરવામાં નહીં આવે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને તેના દિશાનિર્દેશોનો ચુસ્ત અમલ થાય તેને લઈને આવતી કાલે રમઝાન ઇદના તહેવારે એક પણ મસ્જિદમાં ઈદની નમાઝ કરવામાં નહીં આવે

જૂનાગઢમાં રમઝાન ઈદની એક પણ મસ્જિદમાં નમાઝ અદા નહીં થાય
રમઝાન મહિનો દરેક ઈસ્લામિક ધર્મમાં માનતા લોકો માટે ઈબાદતનો મહિનો માનવામાં આવે છે. રમઝાન મહિનામાં દરેક મુસ્લિમ બિરાદર અલ્લાહની બંદગી કરે છે જેને લઇને ઈસ્લામ ધર્મમાં રમઝાન મહિનાને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આ મહિના દરમિયાન સૌ કોઈ તેમને શક્તિ મુજબ અલ્લાહની ઇબાદત કરતા હોય છે.

પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત રમઝાન મહિનામાં જૂનાગઢની એક પણ મસ્જિદો ઇદની નમાઝ અદા કરવા માટે ખોલવામાં આવશે નહીં. રમઝાન ઈદનો તહેવાર સૌ મુસ્લિમ બિરાદર તેમના ઘરમાં જ ઇદની નમાજ અદા કરીને રમઝાન ઈદની ઉજવણી કરશે.

ABOUT THE AUTHOR

...view details