- ગુજરાતમાં કોરોનાના મોતને લઈને રાહુલ ગાંધીના નિવેદન બાદ જૂનાગઢમાં જોવા મળી રાજકીય પક્ષોની પ્રતિક્રિયા
- રાહુલ ગાંધીનો દાવો અને તેમણે જાહેર કરેલા આંકડાને બચકાની હકીકત સમાન ગણાવતાં ભાજપના અગ્રણી
- કોંગ્રેસ અગ્રણીએ 8 મહિના સુધી ગુજરાતમાં કોંગી કાર્યકરોએ સર્વે કર્યા બાદ એકત્રિત થયેલા આંકડાને ગણાવ્યા સત્ય
- રાહુલ ગાંધીના આંકડાઓ સત્ય છે અને હજુ પણ આમાં વધારો થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરતા આપના અગ્રણી કાર્યકર
જૂનાગઢ-ગઈકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) દિલ્હીમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં કોરોના સંક્રમણમાં ત્રણ લાખ કરતાં વધુ લોકોના મોત (Corona Death in Gujarat ) થયા છે જેને ગુજરાત અને કેન્દ્રની સરકારે છુપાવ્યા છે તેવો સનસનીખેજ અને ચોંકાવનારો આરોપ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર લગાવ્યો છે. જેને લઇને હવે જૂનાગઢમાંથી રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ભાજપે (Junagadh BJP) રાહુલ ગાંધીના આંકડા અને દાવાને બચકાની હકીકત સમાન ગણાવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસે (Junagadh Congress) સમગ્ર આંકડાઓ રાજ્યમાં આઠ મહિના સુધી કોગી કાર્યકરો દ્વારા પ્રત્યેક ઘરનાં સર્વે કર્યા બાદ મળ્યા હોવાને કારણે આંકડા સત્ય હોવાનો રાહુલ ગાંધીનો જે દાવો છે તેમાં સૂર પુરાવ્યો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ (Junagadh AAP) રાહુલ ગાંધીએ જાહેર કરેલા આંકડા સત્ય છે અને હજુ પણ આમાં ચિંતાજનક રીતે વધારો થઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
રાહુલ ગાંધીએ ગુજરાતને બદનામ કરવાના આશયથી મોતના આંકડા જાહેર કર્યા હોવાનું ભાજપનું મંતવ્ય
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પત્રકાર પરિષદમાં ગુજરાતમાં મોતના (Corona Death in Gujarat ) આંકડા જાહેર કર્યા છે તેને લઈને જુનાગઢ ભાજપના અગ્રણી સંજય કોરડીયાએ ઈ ટીવી ભારત સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી જે આંકડાઓે લઈને નિવેદન આપી રહ્યા છે તેને લઈને તેઓ ગુજરાતનું અપમાન કરી રહ્યા છે. કોઈ પણ રાષ્ટ્રીય પક્ષના વર્તમાન કે પૂર્વ અધ્યક્ષ આ પ્રકારની બચકાની હરકત ન કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. વધુમાં સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે who દ્વારા ભારતમાં ત્રણ કરોડ 46 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 4લાખ 69 હજાર લોકોના કોરોનાથી મોત સમગ્ર દેશમાં થયા છે તેવા આંકડાને સામે રાખીને રાહુલ ગાંધીનો આંકડો ગુજરાતને બદનામ કરવા પૂરતો હોય તેવું તેઓ સ્પષ્ટ માની રહ્યા છે.
કોંગ્રેસના અગ્રણીએ રાહુલ ગાંધીના આંકડાને ગણાવ્યા શક્ય