જૂનાગઢ: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિરૂદ્ધ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથક (junagadh b division police station)માં ફરિયાદ (Police Complaint Against Patil in Junagadh) નોંધાવવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ (Junagadh City Congress President) અમિત પટેલ અને મહિલા અગ્રણીઓની સાથે NSUI અને યુવક કોંગ્રેસે સાથે મળીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 2 દિવસ પૂર્વે માધવપુરમાં આયોજિત કૃષ્ણ રુકમણી મેળા (Madhavpur Fair 2022)માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર મંચ પરથી આ મેળામાં કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા છે તેનો મેળો આયોજિત થયો છે તેવું વિવાદાસ્પદ અને ધર્મની જાણકારી ન હોય તે પ્રકારનું નિવેદન (CR Patil's Controversial Statement) આપ્યું હતું.
દર વર્ષે 5 દિવસના ધાર્મિક મેળાનું આયોજન થાય છે-પાટીલના આ નિવેદનથી આહીર સમાજ (Aheer Community Gujarat)માં પણ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની આગેવાનીમાં બી ડિવિઝન પોલીસ મથકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માધવપુરનો મેળો આદી-અનાદીકાળથી કૃષ્ણ અને રુકમણીના વિવાહ (krishna and rukmini marriage)ના મેળા તરીકે વર્ષોથી ખ્યાતિ પામેલો છે. દર વર્ષે 5 દિવસના ધાર્મિક મેળાનું આયોજન થાય છે. આ મેળાને રુકમણી અને કૃષ્ણના લગ્નબંધનના મેળા તરીકે પણ હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ઓળખવામાં આવે છે.