- કોપર વાયરની ચોરી થઈ હતી
- કોપર વાયરની ચોરી કરવામાં સંકળાયેલા પાંચ પોલીસ પકડમાં
- શીલ પોલીસે કોપર વાયરની ચોરી કરતા નવ શખ્સોને ઝડપી પાડયા
આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસની મોટી સફળતા, ધોળા દિવસે 3.77 લાખની લૂંટ કરનાર આરોપીને ઝડપ્યો
જૂનાગઢઃ થોડા સમય પહેલા જૂનાગઢ જિલ્લાના શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી GIDCમાં કોપર વાયરની ચોરી થયાની ઘટના સામે આવી હતી. ગોડાઉન માલિકે તેના ગોડાઉનમાંથી અંદાજિત 3.57 લાખ રૂપિયા કરતા વધુના કોપર વાયરની ચોરી થવાની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેને લઇને શીલ પોલીસ તપાસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને GIDC વિસ્તારમાં જ સ્થાનિક મજૂરો શંકાસ્પદ જણાતા પોલીસે નવ જેટલા મજુરોને પૂછપરછ કરવા બદલ લઈને અટકાયત કરી હતી. જેમાં પોલીસની પૂછપરછમાં સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો. મુખ્ય આરોપી પીન્ટુ સોલંકી સહિત નવ જેટલા ચોરીના ગુનામાં સામેલ મજૂરોને પકડી પાડીને શીલ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોપર વાયરની ચોરી કરવામાં સંકળાયેલા પાંચ પોલીસ પકડમાં આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસને મળી સફળતા, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ચોરી કરતા 2 ચોરની ધરપકડ
સતત પોલીસનું પેટ્રોલિંગ ગુનાહિત ઘટનાઓને અટકાવી શકે છે
શીલ દરિયાઈ વિસ્તારને જોડતું ગામ છે. દરીયાઇ માછીમારી ઉદ્યોગ પણ ચાલી રહ્યો છે ત્યારે અહીં કેટલાક બહારના મજૂરો પણ રોજગારી મેળવવા માટે આવતા હોય છે. આ વિસ્તારમાં ચોરીની આ પ્રથમ ઘટના નથી. જે પ્રકારે સાડા ત્રણ લાખ રૂપિયા કરતાં વધુના કોપરના વાયરની ચોરી થઈ છે તેને લઈને હવે પોલીસ પણ સતર્ક બની રહી છે. જે પ્રકારે ચોરીના ઇરાદા સાથે મજૂરી કામ કરવા માટે રોકાતા શખ્સો પણ પોલીસની રડારમાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં પોલીસનો સતર્ક અને સતત પેટ્રોલિંગ ગુનાહિત આ પ્રવૃતિને અટકાવવા માટે ખૂબ જ જરૂરી બન્યું છે. કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલવામાં શીલ પોલીસને સફળતા મળી છે. તે પોલીસની સારી કામગીરીનું ઉદાહરણ છે, હજી પણ ચોરીના ઈરાદે ફરતા કેટલાક વ્યક્તિઓ આવા જ પ્રકારની ઘટનાને અંજામ આપી શકે છે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.
સતત પોલીસનું પેટ્રોલિંગ ગુનાહિત ઘટનાઓને અટકાવી શકે છે