જૂનાગઢઃ છેલ્લા એક પખવાડિયાથી ગિરનાર અને તેની આસપાસના વિસ્તારમાં માનવભક્ષી બનેલા દીપડાઓએ બે સાધુનો શિકાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેને લઇને હવે ગિરનાર પર્વત પર રહેતા સાધુ સંતોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 1987 બાદ પ્રથમ વખત દીપડા દ્વારા સાધુઓનો શિકાર બનવાની ઘટના બની છે જેથી પર્વત પર રહેતાં સાધુઓમાં ચિંતા જોવા મળી છે.
1987 બાદ પ્રથમ વખત ગિરનારક્ષેત્રમાં સાધુઓનો શિકાર કરતાં માનવભક્ષી દીપડા જે પ્રકારે છેલ્લા એક પખવાડિયાથી ગિરનાર પર્વત પર માનવભક્ષી બનેલા દીપડાઓ સક્રિય થયાં છે એને લઈને ગિરનાર પર્વત પર પણ લોકો અહીંથી ભયના માર્યા નીચે ઉતરી ગયાં છે અને ગિરનાર પર્વત પણ હવે સૂમસામ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત અને તેની આસપાસના વિસ્તારોમાં સમગ્ર દેશમાંથી આવેલા સાધુસંતો વર્ષોથી ધૂણી ધખાવીને દત્ત મહારાજની નિશ્રામાં નિશ્ચિંત બનીને તેમનું તપ કરતાં હોય છે ત્યારે વર્ષ 1987માં આ જ પ્રકારની ઘટના ગિરનાર પર્વત અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં બની હતી. તે સમયે માનવભક્ષી બનેલા દીપડાએ એક સાથે 12 કરતાં હતું સાધુસંતો અને 2 યાત્રિકોનો શિકાર કર્યો હતો. જે તે સમયે ગિરનાર પર્વત પર ખૂબ જ ભયનો માહોલ પ્રસરી ગયો હતો.
1987 બાદ પ્રથમ વખત ગિરનારક્ષેત્રમાં સાધુઓનો શિકાર કરતાં માનવભક્ષી દીપડા lock down નો સમય ચાલી રહ્યો છે ત્યારે ગિરનાર પર્વત પર નીરવ શાંતિનો અહેસાસ થાય છે આવા સમયે સાધુસંતો માટે ઈશ્વરની આરાધના કરવી એ લહાવો બની જાય પરંતુ આજ નીરવ શાંતિનો સહારો લઈને દીપડાઓ હવે સાધુસંતોના ધૂણા વિસ્તારમાં આવી ચડે છે અને તેમનો શિકાર કરીને ફરી પાછા જંગલ વિસ્તારમાં જતાં રહે .ત્યારે પ્રભુભજનમાં મસ્ત રહેવા ઇચ્છતાં સાધુસંતોમાં દીપડાના આંટાફેરાને લઈને ભયમાં જીવી રહ્યાં છે.
1987 બાદ પ્રથમ વખત ગિરનારક્ષેત્રમાં સાધુઓનો શિકાર કરતાં માનવભક્ષી દીપડા