- ભગવાન કૃષ્ણ અગલ પ્રકારનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે
- કૃષ્ણ જન્મોત્સવ બાદ ભક્તોને આપવામાં આવશે પંજરીનો પ્રસાદ
- આયુર્વેદ અને આરોગ્ય માટે પંજરીનો પ્રસાદ માનવામાં આવે છે ગુણકારી
જૂનાગઢ :કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભક્તોને વિશેષ પ્રકારનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, જેને પંજરી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો આ પ્રસાદ અનોખો છે, તમામ દેવી-દેવતાઓને ફળ ફ્રૂટ અને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ માટે આરોગ્યની દ્રષ્ટિ ઉપયોગી એવા ઔષધો અને કાચા પદાર્થોમાંથી પ્રસાદ બનાવવામાં આવે છે, જેને હિન્દુ ધર્મમાં પંજરી તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો:જન્માષ્ટમી પર્વે જાણો માં ભવાનીના ઐતિહાસિક મંદિર પાછળની લોકવાયિકા
પ્રત્યેક ભાવિકોને પંજરીનો પ્રસાદ
હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણને અનોખા દેવ તરીકે પૂજવામાં આવે છે, કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા પ્રત્યેક ભાવિકોમાં અનન્ય જોવા મળે છે, જે રીતે ભગવાન શ્રી કૃષ્ણ અનોખા દેવ તરીકે પૂજાય છે, તેવી જ રીતે તેમને ધરવામાં આવતો પ્રસાદ પણ અનોખા પ્રસાદ તરીકે પ્રચલિત છે. જન્માષ્ટમીના દિવસે મધ્ય રાત્રીના સમયે શ્રીકૃષ્ણના જન્મ થયા બાદ પ્રત્યેક ભાવિકોને પંજરીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસાદ કાચા અને આયુર્વેદની દ્રષ્ટિએ આરોગ્ય માટે ગુણકારી તમામ વસ્તુઓને નૈસર્ગિક રીતે મેળવીને બનાવવામાં આવે છે. પંજરી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે, જેનો કૃષ્ણ જન્મોત્સવ બાદ પ્રત્યેક ભાવિકોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે.
આ પણ વાંચો:બાલાસિનોરના ભીમભમરડા મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો યોજાયો, મંદિરનો પૌરાણિક છે ઇતિહાસ
વિવિધ દેશી અને ખાદ્ય ચીજોમાંથી બનાવવામાં આવે છે પંજરી
પંજરીને શુદ્ધ દેશી ઘી, ધાણા જીરુ, અજમા, કોપરાનું ખમણ, દળેલી સાકર, કાજુ, બદામ, કિસમિસ અને તુલસી પત્રને મેળવીને પંજરી તૈયાર કરવામાં આવે છે, જેનું વિતરણ કૃષ્ણ જન્મોત્સવ બાદ ભક્તોમાં વિતરણ કરવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે, અન્ય દેવી દેવતાઓને રાંધેલો અને ફળ ફળાદિ યુક્ત પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, જ્યારે કૃષ્ણને કાચો અને આયુર્વેદિક તત્વોથી બનેલો પ્રસાદ પંજરી અર્પણ કરવામાં આવે છે.