- જૂનાગઢ આવી રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ માટે મોટો સમીયાણો કરાયો તૈયાર
- ગરબા માટે 400 લોકોની સંખ્યા મર્યાદિત પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ માટે સંખ્યા બની અમર્યાદિત
- રાજકીય કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભેગા થતાં લોકોમાં જોવા મળ્યો રોષ
જૂનાગઢઃ ગરબે ઘુમવા માટે ચારસો લોકોની સંખ્યાને મર્યાદિત કરાઈ છે પરંતુ જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ (BJP state president CR Patil ) જૂનાગઢ (CR Patil Visits Junagadh) આવી રહ્યાં છે ત્યારે અહીં લોકોની સંખ્યાની મર્યાદાને જાણે કે નજર અંદાજ કરવામાં આવી છે. અહીં 3,000 કરતાં વધુ લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારની આવી બેધારી નીતિ સામે ગરબે ઘુમવા માગતા ખેલૈયાઓ અને ગરબાના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે જૂનાગઢ શહેર ભાજપના નવા કાર્યાલયના (New BJP office in Junagadh) ભૂમિપૂજન કાર્યક્રમ માટે જૂનાગઢ આવી રહ્યાં છે અને અન્ય બે કાર્યક્રમોમાં પણ હાજરી આપવા માટે જવાના છે.
કોરોના ગાઈડલાઇન્સનો ભંગ
રાજ્ય સરકારની Corona guidelines નો અહીં ભંગ થતો હોઇ ગરબે ઘુમવા માગતા ખેલૈયાઓ અને ગરબાના સંચાલકોમાં સરકારની બેવડી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે ગરબે ઘુમવા માગતા ખેલૈયાઓને ગરબાના આયોજનોને 400 લોકોની મર્યાદામાં આયોજન કરવાની guidelines જાહેર કરી છે તે મુજબ મોટાભાગના આયોજનો થયા છે અને તે મુજબ ગરબા થઇ રહ્યા છે. પરંતુ જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો એક સભાસ્થળે હાજર થશે. આવી જગ્યા પર કોરોના guidelines અને સરકારની જે સંખ્યા મર્યાદિત કરવાની નીતિ છે તેમાં બાંધછોડ થતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.