ગુજરાત

gujarat

ETV Bharat / city

ઓન્લી ઇન્ડિયને જૂનાગઢમાં વિશ્વ સાઇકલ દિવસે શરૂ કર્યું મહાઅભિયાન - ગ્લોબલ વોર્મિંગની સમસ્યા

વિશ્વ સાઇકલ દિવસ નિમીતે જૂનાગઢમાં રહીને વન મેન NGO ચલાવતા ઓન્લી ઇન્ડિયનએ જૂનાગઢવાસીઓને સાઇકલ ચલાવવા માટે અનુરોધ કર્યો હતો. સતત વધી રહેલું પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાની સાથે ટ્રાફિક જામ પણ હવે માથાનો દુખાવો બની રહ્યો છે. ત્યારે, આવી પરિસ્થિતિમાં સાઇકલ તમામ સમસ્યાનું સમાધાન વર્તમાન સમયમાં આપી શકે તેમ છે તેને લઈને લોકો સાઇકલ પ્રત્યે વધુ જાગૃત બને તે માટે અભિયાન શરૂ કર્યું હતું.

ઓન્લી ઇન્ડિયને જૂનાગઢમાં વિશ્વ સાઇકલ દિવસે શરૂ કર્યું મહાઅભિયાન
ઓન્લી ઇન્ડિયને જૂનાગઢમાં વિશ્વ સાઇકલ દિવસે શરૂ કર્યું મહાઅભિયાન

By

Published : Jun 3, 2021, 5:32 PM IST

  • ઓન્લી ઇન્ડિયને સાઇકલ ચલાવવા લોકોને કર્યો અનુરોધ
  • વર્ષોથી ઓન્લી ઇન્ડિયન સાઇકલને વાહનનું માધ્યમ બનાવી ને કરી રહ્યા છે પ્રચાર
  • સાઇકલ પ્રદૂષણની સાથે ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકશે

જૂનાગઢ:સમગ્ર વિશ્વમાં સાઇકલ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, જૂનાગઢમાં રહીને વર્ષોથી વન મેન NGO ચલાવતા ઓન્લી ઇન્ડિયનએ સાઈકલ દિવસને લઇને જૂનાગઢના લોકોને પ્રેરણાદાયી સંદેશો પૂરો પાડવાનો પ્રયાસ કર્યો હતો. જૂનાગઢમાં રહેતા ઓન્લી ઇન્ડિયન વર્ષોથી સાઇકલને યાતાયાતનું માધ્યમ બનાવી રહ્યા છે. તેમજ સાઇકલ થકી પ્રદૂષણ અને પર્યાવરણના રક્ષણ માટેની અનોખી રીતે જાગૃતિ પણ જનમાનસમાં ફેલાવવાનું કામ વર્ષોથી કરી રહ્યા છે. કોઈપણ સામાજિક કાર્યમાં કે રાષ્ટ્રીય તહેવારમાં ઇન્ડીયન સાઇકલ થકી અનેક ઉપયોગી સંદેશાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે, આજે વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે ઓન્લી ઇન્ડિયનએ લોકોને પોતાના દૈનિક જીવનનો હિસ્સો સાઇકલને બનાવવાનો આગ્રહ પણ કર્યો હતો.

ઓન્લી ઇન્ડિયને જૂનાગઢમાં વિશ્વ સાઇકલ દિવસે શરૂ કર્યું મહાઅભિયાન

આ પણ વાંચો:વિશ્વ સાઇકલ ડે: કોરોનાકાળમાં સાઈકલની માગ વધી

Sunday On Cycleનો કન્સેપ્ટ લોકો અપનાવે તેવી NGOએ કરી માંગ

સાઇકલને પ્રત્યેક લોકો પોતાના દૈનિક જીવન અને કામકાજનો હિસ્સો બનાવે તેવી આજે વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે ઓન્લી ઇન્ડિયન સંગઠને જૂનાગઢવાસીઓને પ્રેરણા પૂરી પાડી હતી. તેઓ માની રહ્યા છે કે, જૂનાગઢવાસીઓ પ્રત્યેક રવિવારના દિવસે યાતાયાતના વાહન તરીકે સાઇકલને ફરજિયાત બનાવે તો પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ખૂબ જ ટૂંકા ગાળામાં નિવારી શકાય તેમ છે. સાથે સાથે દિન-પ્રતિદિન ટ્રાફિકજામની જે સમસ્યાઓ મોં ફાડીને ઊભી રહી છે તેમાં પણ સાઇકલ ખુબ જ સારો ભાગ ભજવી શકે તેમ છે. પ્રદૂષણ ઘટાડવાની સાથે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ સાઇકલ થકી સમાધાન તરફ આગળ વધારી શકાય છે. ત્યારે, વધુમાં દિન-પ્રતિદિન વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને પણ લોકો પોતાની બચત સાઇકલ થકી વધારી શકે છે. આ રીતે ખૂબ જ ઉપયોગી એવી સાઇકલ પ્રત્યે લોકો વધુ જાગૃત બને તેવી ઓન્લી ઇન્ડિયને વિશ્વ સાઇકલ દિવસે માંગ કરી છે.

ઓન્લી ઇન્ડિયને જૂનાગઢમાં વિશ્વ સાઇકલ દિવસે શરૂ કર્યું મહાઅભિયાન

આ પણ વાંચો:World Bicycle Day : જાણો શું કહેવું છે અમદાવાદના સૌથી જૂના સાઇકલ માર્કેટના વેપારીઓનું

ABOUT THE AUTHOR

...view details