ગુજરાત

gujarat

ETV Bharat / city

Omicron in Junagadh: ઓમિક્રોન સંક્રમિતોના જિલ્લામાંથી જૂનાગઢ પણ બાકાત ન રહ્યુ - આફ્રિકાના નૈરોબીમાં રહેતા આધેડ

જૂનાગઢના વતની અને પાછલા કેટલાક સમયથી આફ્રિકાના નૈરોબીમાં રહેતા આધેડ આજે ઓમિક્રોન (Omicron in Junagadh) સંકમિત થયાનુ બહાર આવતાં તેને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન સંક્રમિત વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં સંક્રમિત આધેડની તબિયત સ્થિર હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબો જણાવી રહ્યા છે.

Omicron in Junagadh: ઓમિક્રોન સંક્રમિતોના જિલ્લામાંથી જૂનાગઢ પણ બાકાત ન રહ્યુ
Omicron in Junagadh: ઓમિક્રોન સંક્રમિતોના જિલ્લામાંથી જૂનાગઢ પણ બાકાત ન રહ્યુ

By

Published : Dec 31, 2021, 4:21 PM IST

જૂનાગઢ: સમગ્ર રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે આજે જૂનાગઢ જિલ્લામાંથી પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મૂળ જૂનાગઢના વતની અને પાછલા કેટલાક સમયથી આફ્રિકાના નૈરોબીમાં રહેતા આધેડ આજે ઓમિક્રોન(Omicron in Junagadh) સંકમિત થયાનુ બહાર આવતાં તેને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન સંક્રમિત વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં સંક્રમિત આધેડની તબિયત સ્થિર હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબો જણાવી રહ્યા છે.

નૈરોબીથી પરત આવેલા આધેડ ઓમિક્રોન સંક્રમિત

અંતે જૂનાગઢ પણ ઓમિક્રોન સંક્રમિત જિલ્લાની યાદીમાં શામેલ થયુ છે. મૂળ જૂનાગઢના અને કેટલાક સમયથી આફ્રિકાના નૈરોબીમાં રહેતા એક આધેડ (Africa return old man) આજે ઓમિક્રોન પોઝિટિવ સામે આવતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવેલા ઓમિક્રોન વોર્ડમાં સધન સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અધિક્ષક તબીબ ડો.સુશીલ કુમારે ETV BHARATને જણાવ્યું હતું કે, પાછલા કેટલાક સમયથી વિદેશથી આવેલાને ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી આવતા વ્યક્તિઓના ઓમિક્રોન સંબંધિત તપાસ (Genome Sequencing in Gujarat) કરવામાં આવી રહી છે. તે મુજબ નૈરોબીથી પરત ફરેલા આધેડ ઓમિક્રોન સંક્રમિત રિપોર્ટ તપાસ અર્થે મોકલવામાં આવ્યો હતો. જેમાં આજે તેઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે

જૂનાગઢમાં ત્રણ કોરોના સંક્રમિત કેસો

ગઈ કાલે જૂનાગઢ શહેરમાં એક અને માણાવદર તાલુકામાં બે મળીને કુલ ત્રણ જેટલા કેસો સામે આવ્યા હતા. રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ (Corona in Gujarat) વધી રહ્યું છે, આ ખુબ ચિંતાનો વિષય છે, ત્યારે પાછલા એકાદ મહિનાથી કોરોના સંક્રમણ કેસો નહિ ધરાવતા જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ સામાન્ય કોરોનાના કેસો દૈનિક ધોરણે આવી રહ્યા છે. જેમાં આજે ઓમિક્રોન સંક્રમિત જૂનાગઢ શહેર અને જિલ્લાનો પ્રથમ કેસ સામે આવતા ચિંતાઓ વધે તે સ્વાભાવિક છે. હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે સંક્રમિત વ્યક્તિ જે કોઈ પણ વ્યક્તિને મળ્યો હશે અથવા તો કોઈ પણ જગ્યા પર રોકાણ કર્યુ હશે, તેવા તમામ સ્થળોએ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને અન્ય કોઈ વ્યક્તિને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે કે નહીં તે અંગેની તપાસ શરૂ કરી દીધી છે..

આ પણ વાંચો:Baba Vanga Prediction: 2022માં એલિયન આક્રમણ અને વાયરસનો ખતરો, બાબા વેંગાની આગાહી

આ પણ વાંચો:Omicron in Delhi : વિદેશથી આવતાં પ્રવાસીઓએ હોટલ અને કોવિડ કેર સેન્ટરમાં ક્વોરેન્ટીન રહેવું પડશે

ABOUT THE AUTHOR

...view details