ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના કાળમાં કોઈ નવી બસો ચાલુ કરવામાં નહીં આવે

કોરોનાકાળમાં જૂનાગઢ ST વિભાગ દ્વારા કોઈ પણ સ્પેશિયલ બસ ચલાવવામાં નહીં આવે અને સાંજના આઠ વાગ્યા સુધી ST બસનું સંચાલન કરાશે.

By

Published : Apr 9, 2021, 4:49 PM IST

Updated : Apr 9, 2021, 6:53 PM IST

corona
કોરોના કાળમાં કોઈ નવી બસો ચાલુ કરવામાં નહી આવે

  • ST જૂનાગઢ દ્વારા કોઈ પણ નવી સેવાઓ શરૂ કરવામાં નથી આવી
  • જૂનાગઢST નિયમાકે જણાવી સમગ્ર બાબાત
  • કરફ્યુ નુ કરવામાં આવશે પાલન

જૂનાગઢ:ST વિભાગે નવી એક પણ પ્રકારની વ્યવસ્થા નહીં કર્યું હોવાનું નિયામક જી ઓ શાહે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ST નિગમના જે જૂના નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ કે સંગઠન દ્વારા બસની તમામ ટિકિટનું બુકિંગ કોઈ એક સ્થળ માટે કરવામાં આવે તો તેવા કિસ્સામાં એસ.ટી.વિભાગ જે તે સ્થળ કે શહેર પૂરતી બસ ચલાવે છે ત્યારે કોરોના સંક્રમણને કારણે આ પ્રકારની કોઈ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી પરંતુ જૂની વ્યવસ્થાના ભાગરૂપે જ જો કોઈ સમૂહ પોતાના ઘરે જવા ઈચ્છું હોય તો એક સાથે બસનું બુકીંગ કરાવે એસ.ટી.વિભાગ જે તે સ્થળ કે ગામ પૂરતી બસ ચલાવી રહી છે.

આ પણ વાંચો :દાહોદ અને પંચમહાલ તરફ જતી મોટાભાગની ST બસો આગામી 26 તારીખ સુધી ફુલ


કોઇ નવી સેવાઓ શરૂ નથી કરવામાં આવી


કોરોના સંક્રમણ કાળમાં જૂનાગઢ ST વિભાગે એક પણ પ્રકારની નવી બસ શરૂ કરી નથી કે નવા કોઈ રૂટ પર બસ લાવવાનું આયોજન પણ કર્યું નથી. કોરોના સંક્રમણને કારણે રાત્રીના આઠ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી તમામ પ્રકારની બસોનું સંચાલન બંધ રાખવામાં આવ્યું છે કરફ્યુની સમય મર્યાદા પૂર્ણ થતા બસોનો રાત્રીના 8 કલાક સુધી સંચાલન કરવામાં આવે છે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જૂનાગઢ ST વિભાગના નિયામક જી ઓ શાહ સાથે વાત થતાં તેમને જૂનાગઢ ST વિભાગ નીચે આવતી એક પણ ડેપોમાંથી કોઈ સ્પેશિયલ કે નવી બસોનું સંચાલન શરૂ કર્યું નથી.

Last Updated : Apr 9, 2021, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details