ગુજરાત

gujarat

By

Published : Nov 16, 2020, 2:01 PM IST

ETV Bharat / city

નવા વર્ષે જૂનાગઢવાસીઓએ મહાલક્ષ્મીના દર્શન કરી નવા વર્ષનો શુભારંભ કર્યો

આજથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં આવેલા અને ત્રણસો વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરમાં જૂનાગઢવાસીઓએ મહાલક્ષ્મીના દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.

વિક્રમ સંવતના નવા વર્ષે જૂનાગઢવાસીઓએ મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને નવા વર્ષની કરી શુભ શરૂઆત
વિક્રમ સંવતના નવા વર્ષે જૂનાગઢવાસીઓએ મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને નવા વર્ષની કરી શુભ શરૂઆત

  • આજથી હિન્દુ પરંપરાગત વિક્રમ સંવતના નવા વર્ષની શુભ શરૂઆત
  • વહેલી સવારથી જ મહાલક્ષ્મી મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ
  • 300 વર્ષ જૂની પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે જૂનાગઢવાસીઓ
  • ભક્તો કોરોનાની ગાઈડલાઈનનું કરી રહ્યા છે પાલન

    જૂનાગઢ: આજથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં આવેલા અને આજથી ત્રણસો વર્ષ જૂના મહાલક્ષ્મી મંદિરમાં જૂનાગઢવાસીઓએ મહાલક્ષ્મીના દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરી છે.


    વિક્રમ સંવતના નવા વર્ષે જૂનાગઢના મહાલક્ષ્મી મંદિરે ભાવિકોની ભીડ

    આજથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં આવેલા 300 વર્ષ કરતાં વધુ પ્રાચીન મહાલક્ષ્મી મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજના દિવસે મહાલક્ષ્મીના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવીને જુનાગઢ વાસીઓએ નવા વર્ષની શુભ શરૂઆત કરી છે. દાણાપીઠમાં આવેલું અને 300 વર્ષ પૌરાણીક આ મંદિર જૂનાગઢવાસીઓ માંટે ભારે આસ્થાનું કેન્દ્ર છે. દરેક જૂનાગઢવાસીઓ આજે વિક્રમ સંવતના નવા વર્ષે મહાલક્ષ્મીના દર્શન અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરતા હોય છે.
    વિક્રમ સંવતના નવા વર્ષે જૂનાગઢવાસીઓએ મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને નવા વર્ષની કરી શુભ શરૂઆત


    300 વર્ષ પહેલાની પ્રાચીન પરંપરા આજે પણ જળવાતી જોવા મળી

    જૂનાગઢમાં દાણાપીઠ વિસ્તારમાં આજથી ત્રણસો વર્ષ પહેલાં મહાલક્ષ્મી મંદિરની સ્થાપના થઇ હોવાની પ્રચલિત ધાર્મિક માન્યતા જોવા મળે છે. દિવાળીના તહેવારોમાં મહાલક્ષ્મીનું પૂજન અને તેના આશીર્વાદ મેળવવા દરેક લોકો માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. આજથી ત્રણસો વર્ષ પહેલા દિવાળીના તહેવારો અને ખાસ કરીને વિક્રમ સંવતના નવા વર્ષના દિવસે મહાલક્ષ્મીના દર્શન કરવાની પ્રાચીન પરંપરા શરૂ થઇ હતી. જે આજે પણ જોવા મળી રહી છે. વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે પ્રત્યેક જૂનાગઢવાસી સર્વ પ્રથમ મહાલક્ષ્મીના દર્શનાર્થે આવે છે. તેમના શુભ આશિષ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ જ નવા વર્ષની શરૂઆત કરે છે.

ABOUT THE AUTHOR

...view details