ગુજરાત

gujarat

ETV Bharat / city

નરસિંહ મહેતાનો ચોરો, મહેતાજીની યાદ અને જૂનાગઢની શાન આજે પણ દર્શન આપી રહી છે - જૂનાગઢના તાજા સમાચાર

જૂનાગઢમાં આવેલો નરસિંહ મહેતાનો ચોરો આજે પણ મહેતાજીની સાથે કૃષ્ણભક્તિની અનોખી અને અનેરી યાદ અપાવી રહ્યો છે. તળાજાથી જૂનાગઢ આવેલા નરસિંહ મહેતાએ આ સ્થળ પર ભગવાન કૃષ્ણની ભક્તિ કરીને અહીં જ ભગવાન કૃષ્ણને આવવા માટે મજબૂર કર્યા હતા.

ETV BHARAT
નરસિંહ મહેતાનો ચોરો, મહેતાજીની યાદ અને જૂનાગઢની શાન આજે પણ દર્શન આપી રહી છે

By

Published : Mar 7, 2020, 6:10 PM IST

Updated : Mar 7, 2020, 6:38 PM IST

જૂનાગઢ: જૂનાગઢ અને નરસિંહ મહેતાને જાણે કે જન્મો જનમનો સંબંધ હોય જ તે રીતે આજે પણ મહેતાજીની યાદમાં નરસિંહ મહેતાનો ચોરો તેમની યાદ અપાવી રહ્યો છે. વર્ષો પહેલા નરસિંહ મહેતા તળાજાથી નીકળીને કૃષ્ણભક્તિમાં લીન બની જૂનાગઢ ભૂમિ પર આવી પહોંચ્યા હતા અને અહીં જ કૃષ્ણભક્તિમાં એટલા લીન થયા કે ભગવાન કૃષ્ણને આ ભૂમિ પર આવવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ભાભી મારેલા મેણાનો ઘા મહેતાજીને એટલે અંદર સુધી અસર કરી ગયા કે, મહેતાજીએ સમગ્ર પરીવાર છોડીને જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું હતું. સ્વભાવે શાંત અને ભક્ત નરસિંહ મહેતા ભોળાનાથની ભક્તિમાં એટલા લીન થઈ ગયા કે, જૂનાગઢમાં ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈને નરસિંહ મહેતાને વચન માગવા માટે આદેશ કર્યો હતો.

નરસિંહ મહેતાનો ચોરો, મહેતાજીની યાદ અને જૂનાગઢની શાન આજે પણ દર્શન આપી રહી છે

મહેતાજીએ ભગવાન પાસેથી ભગવાનની પ્રિય વસ્તુ માગી હતી. જેથી ભગવાન ભોળાનાથ તેમને કૃષ્ણ રાસલીલા જોવા માટે સ્વર્ગલોકમાં લઇ ગયા હતા. કૃષ્ણ રાસલીલા જોઈને પૃથ્વી પર આવી નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિમાં એટલા લીન થઈ ગયા કે તેઓ ક્યારે કૃષ્ણના આલિંગનમાં સરી જતા તેનું પણ ધ્યાન રહેતું નહોતું.

નરસિંહ મહેતાનો ચોરો, મહેતાજીની યાદ અને જૂનાગઢની શાન આજે પણ દર્શન આપી રહી છે

મહેતાજીની ભક્તિને જોઈને ભગવાન કૃષ્ણએ પણ જૂનાગઢની ધરતી પર નરસિંહ મહેતાના પાવન પ્રસંગોમાં હાજર રહેવા માટે મજબૂર બનવું પડ્તું હતું. જે સ્થળ પર નરસિંહ મહેતા ભગવાન ભોળાનાથની અને કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા, તે સ્થળે નરસિંહ મહેતાનો ચોરો આજે પણ દર્શનાર્થીઓ માટે ખૂબ જ આસ્થા ધરાવે છે. આ એ જ સ્થળ છે, જ્યાં નરસિંહ મહેતાના સમયમાં રાસલીલા થતી હતી અને તેમાં ભગવાન કૃષ્ણ હાજરી આપતા હોય તેવો અલૌકિક એહસાસ આજે પણ થતો આવે છે.

નરસિંહ મહેતાનો ચોરો, મહેતાજીની યાદ અને જૂનાગઢની શાન આજે પણ દર્શન આપી રહી છે
Last Updated : Mar 7, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details