- રવિવારની રાત્રિના સમયે મધુરમ વિસ્તારમાં વકીલને કરવામાં આવી હત્યા
- પત્ની અને બાળકોને હાજરીમાં રાત્રિના સમયે વકીલની કરાઈ હત્યા
- આરોપી સુધી પહોંચવા પોલીસે હાથ ધરી કવાયત
- મૃતકના અંગત હત્યામાં સામેલ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન
જૂનાગઢઃ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલા મંગલધામ સોસાયટીમાં રહેતા એડવોકેટ નિલેશ દાફડાની તેના ઘરમાં જ પત્ની અને બાળકો સામે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની જાણ થતાં જ જુનાગઢ પોલીસે ઘટના સ્થળની ઘેરાબંધી કરીને આરોપીઓ સુધી પહોંચવા અને હત્યાના પુરાવાઓ એકત્રિત કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. હાલ હત્યા કોણે કરી છે અને હત્યા પાછળનું કારણ શું હોઈ શકે તેને લઈને કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ હત્યારા મૃતક વકીલના કોઈ જાણીતા હોવાનું પણ હોઈ શકે છે તેવી શંકાને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
હત્યા બાદ પોલીસે સીસીટીવી સહિત પુરાવાઓ એકત્રિત કર્યા
ગત રવિવારની મોડી રાત્રીના સમયે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. હત્યા મૃતકના કોઈ પરિચિત દ્વારા કરવામાં આવી હશે તેવી શંકાને આધારે જૂનાગઢ પોલીસ તપાસ હાથ ધરી છે. ટૂંક સમયમાં હત્યા પરથી પડદો ઊંચકાવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પુરાવાઓને આધારે પોલીસ હત્યાની તપાસ કરી રહી છે. તે જોતાં એવું લાગી રહ્યું છે કે હત્યારાઓ સુધી પહોંચવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળશે અને હત્યારાઓ મૃતક વકીલના કોઈ પરિચિત હોવાની વિગતો પણ બહાર આવી શકે છે. પરંતુ વકીલની હત્યાને પગલે જૂનાગઢ શહેરમાં ચકચાર મચી હતી.
આ પણ વાંચોઃ ખેડા જિલ્લામાં બની દૂષ્કર્મની ઘટના, મંદિરના પાર્ષદે સગીર વયની બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ