જૂનાગઢનવરાત્રી 2022 જૂનાગઢ ( Navratri 2022 in Junagadh ) માં હવે ધીમે ધીમે તેના નવરંગમાં જોવા મળી રહ્યો છે જેમ જેમ દશેરાનો તહેવાર નજીક આવતો જાય છે તેમ તેમ ખેલૈયાઓમાં ગરબે ઘુમવાને લઈને એક અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. વર્ષ 2015ની મિસિસ યુનિવર્સ રૂબી યાદવે પણ જૂનાગઢમાં ગરબામાં (Mrs Universe Ruby Yadav played Garba in Junagadh ) હાજરી આપીને ગરબે ઘૂમતા ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગમાં અનેક ગણો વધારો કર્યો હતો.
ચાચર ચોકમાં મહિલાઓ અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને નવરાત્રી ઉજવણી વર્ષ 2015ની મિસિસ યુનિવર્સ રૂબી યાદવ જૂનાગઢના ગરબા પંડાલમાં ખેલૈયાઓનું અભિનંદન પામી ચાચર ચોકમાં મહિલાઓ સાથે ગરબે ઘૂમી (Mrs Universe Ruby Yadav played Garba in Junagadh ) હતી. નવરાત્રીના તહેવારમાં ખુલ્લા પગે ગરબા કરવાનો આહલાદક અનુભવો રૂબી યાદવે વર્ણવ્યો હતો અને નવરાત્રિના આ તહેવાર દરમિયાન જગત જનની મા જગદંબા સૌ કોઈનું શ્રેષ્ઠ અને કલ્યાણ કરે તેવી શુભકામના પણ પાઠવી હતી.
ચાચર ચોકમાં શક્તિનો અનુભવ ગુજરાતના ગરબા અને મહારાષ્ટ્રના દાંડિયા આજે પણ અજોડ મિસિસ યુનિવર્સ રૂબી યાદવ (Mrs Universe Ruby Yadav played Garba in Junagadh ) નવરાત્રીના તહેવારને લઈને પોતાનો અનુભવ જણાવ્યો કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગરબા આજે પણ ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ અને પરંપરા બની રહ્યા છે. ત્યારે નવરાત્રિ (Navratri 2022 ) ના નવ દિવસો દરમિયાન ગુજરાતના ગરબા અને મહારાષ્ટ્રના દાંડિયા સૌ ખેલૈયાઓને ઘેલું લગાડી રહ્યા છે.
મિસિસ યુનિવર્સ રૂબી યાદવ જૂનાગઢમાં ગરબા રમ્યાં તેમણે જૂનાગઢમાં ખેલૈયાઓની વચ્ચે મા જગદંબાના ચાચર ચોકમાં ગરબે ઘૂમીને કર્યો હતો. આજે ત્યારે ગરબા ગુમાવવાનો પાવન અવસર મને મળ્યો છે ત્યારે હું એવું કહી શકું કે ચાચર ચોકમાં મા દુર્ગાનો વાસ છે અને તેનો અનુભવ આજે મેં સ્વયં ગરબે ઘૂમીને કર્યો છે મારા જેવો જ અનુભવ સૌ ખેલૈયાઓને નવરાત્રીના નવ દિવસો દરમિયાન ચોક્કસ પણે થતો હશે તેઓ ધાર્મિક પ્રતિભાવ આપીને સૌ કોઈને નવરાત્રિની ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.