ગુજરાત

gujarat

ETV Bharat / city

કળિયુગમાં સતયુગના કુંભકરણની યાદ અપાવતી જૂનાગઢની કુંભકરણ થાળી - જૂનાગઢનાસમાચાર

જૂનાગઢ શહેરની કુંભકર્ણ થાળી સ્વાદ રસીકોને એ હદે આકર્ષી રહી છે કે ન માત્ર જુનાગઢ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતના છેવાડાના લોકો પણ જ્યારે જૂનાગઢમાં આવે છે.ત્યારે પટેલ રેસ્ટોરન્ટ મુલાકાત લેવાનું ચૂકતા નથી. તો ચાલો જોઈએ કુંભકરણ થાળી

કુંભકરણ થાળી
કુંભકરણ થાળી

By

Published : Dec 23, 2020, 11:04 AM IST

Updated : Dec 23, 2020, 12:08 PM IST

સતયુગના કુંભકર્ણના કળિયુગમાં જૂનાગઢમાં થઈ રહ્યા છે અલગ દર્શન

કુંભકર્ણ થાળી સ્વાદના શોખીનોને આકર્ષિત કરી રહી છે

એક વ્યક્તિ કુંભકર્ણ થાળી ને આરોગે તેને 11 હજાર રૂપિયાનું ઇનામ

કુંભકરણ થાળી ખાનાર વ્યક્તિને ઇનામ આપવાની જાહેરાત
જૂનાગઢ :કુંભકર્ણ આ નામ કાને પડતાં જ વિશાળ કદ મોટી મુછો ડરામણી આંખો ધરાવતો રાક્ષસ નજર સમક્ષ તરવરી ઉઠે કુભકર્ણ તેની મહિનાઓ લાંબી ઊંઘ અને ખાઉધરા પણા માટે પણ જાણીતો હતો. સતયુગના પાત્ર કળિયુગમાં પણ આપણી સાથે જોડાયેલું જોવા મળે છે. જ્યારે સરકારી તંત્ર કોઇ કામ ન કરે ત્યારે પણ તંત્રને કુંભ કરણા નું બિરુદ આપી ને વખોડવામાં આવે છે, પરંતુ જૂનાગઢના પટેલ રેસ્ટોરેન્ટમાં કુંભકર્ણ કંઈક બીજા સ્વરૂપમાં આપણી સામે આવે છે. તો ચાલો જોઈએ જૂનાગઢમાં કુંભકર્ણ કઈ રીતે આપણી સમક્ષ આવી રહ્યો છે

બત્રીસ જાતના વ્યંજન થી ભરપુર ભરેલી થાળી

કળિયુગમાં સતયુગના કુંભકરણની યાદ અપાવતી જૂનાગઢની કુંભકરણ થાળી

ગુજરાતી થાળી, પંજાબી થાળી, બંગાળી થાળી જેટલા રાજ્યો એટલી થાળી પરંતુ ગુજરાતીઓ સામે એક એવી થાળી આવી છે. જે માત્ર કુંભકરણ જ જમી શકે છે. જૂનાગઢના પટેલે રેસ્ટોરન્ટએ કુંભકરણના નામ પર થાળી રજૂ કરી છે. તે ઘણી બધી રીતે વિશેષ છે.બત્રીસ જાતના વ્યંજન થી ભરપુર ભરેલી થાળી એક માણસને ખાવી એ આજે પણ હિંમતનું કામ માંનવામા આવે છે. થાળીની વિશેષતા ની વાત કરીએ તો તેને પીરસવાની રીત જાણે કે મહારાજા સમક્ષ મહા ભોજન પીરસવામાં આવતું હોય તેવા અંદાજમાં કુંભકર્ણ થાળી સ્વાદ રસીકો સમક્ષ આવે છે. રામાયણમાં કુંભકરણ માટે જે રીતે ભોજન પીરસાતું હતું. બિલકુલ એ જ રીતે આ થાળીનો વિચાર સૌથી પહેલા હોટલના મેનેજર કૈલાશ સિંઘને આવ્યો હતો.

કુંભકરણ થાળી ખાનાર વ્યક્તિને ઇનામ આપવાની જાહેરાત

કુંભકર્ણ થાળી સ્વાદના શોખીનોને આકર્ષિત કરી રહી છે

હોટલના મેનેજર કૈલાશ સિઘે ઈટીવી ભારત સમક્ષ વાત કરતાં થાળી અંગે જણાવ્યું હતું કે, આખા પરિવારને પરવડે અને લોકોને કંઈક નવું મળે તે માટે અમે કુંભકર્ણ થાળી શરૂ કરી છે. તેમાં મિષ્ઠાન થી લઈને અલગ અલગ પ્રકારના શાક કચુંબર અને પાંચ પ્રકારની રોટલી પીરસવામાં આવે છે. આ થાળીની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. આ થાળીમાં પીરસવામાં આવતી વાનગીઓ 4 થી લઈને પાંચ લોકો ખાઈ શકે તેટલું ભોજન હોય છે, પરંતુ કોઈ એક વ્યક્તિ દ્વારા આખી થાળીને પૂર્ણ કરવામાં આવે તો 11 હજારનું ઇનામ હોટલના માલિકે કુંભકરણ થાળી ખાનાર વ્યક્તિને ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમનો દાવો છે કે એક વ્યક્તિ આ થાળી આરોગી શકતો નથી. જે પહેલો ગ્રાહક એકલો જ થાળી જમશે. તેને જેને ૧૧ હજાર રૂપિયાનું ઇનામ અમે રોકડ આપીશું, એટલું જ નહીં થાળી નું બિલ પણ સાથે માફ કરવાની જોગવાઈ પણ રેસ્ટોરન્ટના સંચાલકોએ કરી છે.

બત્રીસ જાતના વ્યંજન થી ભરપુર ભરેલી થાળી
થાળીને રજૂ કરવાની વ્યવસ્થા સ્વાદ રસીકો ને વધુ આકર્ષિત કરી રહી છે
સતયુગના કુંભકર્ણના કળિયુગમાં જૂનાગઢમાં થઈ રહ્યા છે અલગ દર્શન
કુંભકર્ણ થાળી સ્વાદ રસીકોને એ હદે આકર્ષી રહી છે કે ન માત્ર જુનાગઢ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતના છેવાડાના લોકો પણ જ્યારે જૂનાગઢમાં આવે છે. ત્યારે પટેલ રેસ્ટોરન્ટ મુલાકાત લેવાનું ચૂકતા નથી. સ્વાદ પ્રેમીઓએ કુંભકર્ણ થાળી અંગે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, કુંભકર્ણ નામની થાળી પણ હોઈ શકે એ વાત જ લોકોને રોચક લાગી રહી છે. આ નામ સાંભળીને જ અમે અહીં સુધી આવ્યા છે નામ પ્રમાણે જ થાળી છે. એક થાળીમાં આટલી બધી વેરાઇટી જોઈને જ પેટ ભરાઈ જાય છે. જૂનાગઢના પટેલ રેસ્ટોરન્ટની કુભકર્ણ થાળી ગ્રાહકોને તો પસંદ આવી જ રહી છે, પરંતુ થાળી જ્યારે સામે આવે અને જમવાનું પૂરું થાય ત્યારે દરેક ગ્રાહક ને એવો અનુભવ ચોક્કસ થાય કે તેમણે આખા કુંભકરણને ખાઈ લીધો અથવા તો કુંભકર્ણની જેમ ભરપેટ ભોજન ગ્રહણ કર્યું છે.

આ પણ વાંચો :

Last Updated : Dec 23, 2020, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details