- રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સવલતોને લઈને જવાહર ચાવડાએ લીધી જાત મુલાકાત
- આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને અહીં કામ કરતાં તબીબો સાથે કર્યો વાર્તાલાપ
જૂનાગઢઃ કોરોનાનું સંક્રમણ ગામડાઓમાં ભયજનક રીતે પ્રસરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ગામડાઓને કોરોના સંક્રમણથી દૂર અને મુક્ત રાખવા માટે મનોમંથન કરી રહી છે. જે અંતર્ગત ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠક થોડા દિવસ અગાઉ મળી હતી. જેમાં નક્કી કરાયું હતું કે પ્રત્યેક જિલ્લામાં સરકારના પ્રધાનની સમગ્ર મામલા પર દેખરેખ રાખવા માટે નિમણૂક કરવામાં આવે અને નિમણૂક કરાયેલા પ્રત્યેક પ્રધાન ગામડાની જાત મુલાકાત કરીને કોરોના સંક્રમણને ગામડાથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે જાત માહિતી મેળવી, અધિકારી તેમજ કર્મચારી અને સૂચનાઓ આપીને ગામડાઓને કોરોના મુક્ત રાખવાના અભિયાનમાં અગ્રેસર બને તેવી કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત જવાહર ચાવડાએ આજે ગુરૂવારે જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરીને જાત માહિતી મેળવી હતી.
આ પણ વાંચોઃ પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ માણાવદરની સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત