ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના ખખડધજ માર્ગને લઇને વેપારી મહામંડળની બેઠક યોજાઇ - જૂનાગઢ

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં વરસાદને કારણે મોટાભાગના માર્ગો ધોવાઇ ગયા છે. જેના કારણે હવે વેપારીઓ પણ તેમના ધંધા-રોજગારને લઈને ખૂબ જ ચિંતિત બન્યા છે. ખખડધજ માર્ગને લઈને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેની વિપરીત અસર શહેરમાં આવેલા વેપારીઓને પડી રહી છે. તેને ધ્યાને રાખીને વેપારી મહામંડળની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ વેપારી મંડળના પ્રમુખોએ હાજર રહીને માર્ગોને લઇને કોઇ નક્કર નિરાકરણ થાય તેવી રજૂઆત કરી હતી.

Junagadh
જૂનાગઢના રોડ રસ્તાને લઇને વેપારી મહામંડળની બેઠક યોજાઇ

By

Published : Sep 10, 2020, 8:35 AM IST

જૂનાગઢ: શહેરમાં વેપારી મહામંડળની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરમાં વેપારીઓના પ્રમુખોએ હાજરી આપી હતી. આ બેઠક બોલાવવાનો ખાસ ઉદ્દેશ ચોમાસામાં અતિભારે વરસાદને કારણે તેમજ ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની પાઈપલાઈનને કારણે શહેરના માર્ગો ખખડધજ બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વેપારીઓ પણ હવે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર સમસ્યાનું નિરાકરણ આવે તે માટે વેપારી મહામંડળની કચેરીમાં વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

જૂનાગઢના ખખડધજ માર્ગને લઇને વેપારી મહામંડળની બેઠક યોજાઇ

શહેરના ખખડધજ માર્ગને લઈને લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેની વિપરીત અસર વેપારીઓના ધંધા-રોજગાર પર પણ જોવા મળી રહી છે. એક તરફ સમગ્ર શહેરમાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ આજ ધૂળની ડમરીઓ વેપારીઓને પણ પરેશાન કરી રહી છે. ત્યારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના માર્ગો તાકીદે નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે તેવું વેપારીઓ માંગ કરી રહ્યા છે. જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આગામી દિવસોમાં જૂનાગઢ કોર્પોરેશનના સત્તાધીશો અને સમગ્ર મામલાને લઈને યોગ્ય રજૂઆત કરવામાં આવે અને તાકીદે માર્ગને રિપેર કરવામાં આવે તેવી માંગ આગામી દિવસોમાં જૂનાગઢ વેપારી મહામંડળ કોર્પોરેશનના સત્તાધીશોને કરવા જઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details