જૂનાગઢ: મકરસંક્રાંતિના (Makar Sankranti 2022) પાવન દિવસે હિંદુ ધર્મ સંસ્કૃતિ મુજબગાયનું દાન અને તેની પૂજાનું વિશેષ મહત્વઆલેખવામાં આવ્યું છે. આદિ-અનાદિ કાળથી મકરસંક્રાંતિના દિવસે દૂધ આપતી ગાયને દાન કરવાની વિશેષ પરંપરા હતી. સાથે સાથે ગાયના શિંગડા સોના અને ચાંદી સાથે મઢેલા અને ગાયના જીવનનિર્વાહ માટે એક વર્ષનું ખાણ-દાણ આપીને વાછરડા સાથે મકરસંક્રાંતિના દિવસે ગાયને દાનનુ વિશેષ મહત્વ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધાર્મિક પુણ્યનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ ગાયનું દાન કરતા હતા
વર્ષો પહેલા મકરસંક્રાંતિના દિવસે ગાયના દાન સાથે ધાર્મિક પુણ્યનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ ગાયનું દાન કરતા હતા. પરંતુ સમય બદલાયો અને ગાયનું દાન કરવું આર્થિક રીતે પરવડતું ન હોવાને કારણે હવે ધીમે ધીમે મકરસંક્રાંતિના દિવસે ગાયની પૂજા થઈ રહી છે.
વર્તમાન સમયમાં સંક્રાંતિના દિવસે ગાયની સેવા પૂજા કરીને કરાઈ છે ઉજવણી
વર્તમાન સમયમાં મકરસંક્રાંતિના પાવન પર્વે હિંદુ ધર્મ વિધિ અને મંત્રોચ્ચાર સાથે પંડિતોની હાજરીની વચ્ચે ગાયનુ પૂજન કરવામાં આવે છે આ સમયે ગાયને નવા વસ્ત્રો અને અલંકાર પણ અર્પણ કરવામાં આવે છે, સાથે સાથે તેને તલ, ગોળ અને ઘાસચારો આપીને મકરસંક્રાંતિના પાવન પર્વે ગાયનુ પૂજન કર્યા બાદ તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવી છે.