ગુજરાત

gujarat

ETV Bharat / city

Mahashivratri 2022: શા માટે દીક્ષા ધારણ કર્યા પછી જ અવધૂત માઈને સંન્યાસી સાથે બેસવાની મંજૂરી મળે છે, જાણો કારણ - જૂનાગઢમાં અવધૂત માઈ

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં (Junagadh Mahashivratri Fair 2022) નાગા સંન્યાસીઓની સાથે અવધૂત માઈનું પણ આગમન થઈ ગયું છે. આ ધાર્મિક મેળામાં નાગા સંન્યાસી સાધુઓની સાથે અવધૂત માઈનું પણ વિશેષ મહત્વ (Importance of Avdhut Mai) છે. તો આવો જાણીએ તેમના વિશે આ અહેવાલમાં.

Mahashivratri 2022: શા માટે દીક્ષા ધારણ કર્યા પછી જ અવધૂત માઈને સંન્યાસી સાથે બેસવાની મંજૂરી મળે છે, જાણો કારણ
Mahashivratri 2022: શા માટે દીક્ષા ધારણ કર્યા પછી જ અવધૂત માઈને સંન્યાસી સાથે બેસવાની મંજૂરી મળે છે, જાણો કારણ

By

Published : Feb 26, 2022, 4:18 PM IST

જૂનાગઢઃ ગિરિ તળેટીમાં નાગા સંન્યાસીઓની જેમ જ અવધૂત માઈ (Avdhut Mai in Junagadh) પણ ધૂણી ધખાવીને અલખને ઓટલે આરાધના કરે છે. ભવનાથની ગિરી તળેટીમાં મહાશિવરાત્રિનો (Junagadh Mahashivratri Fair 2022) મહાપર્વ (Avdhut Mai in Junagadh) ચાલી રહ્યો છે. ધાર્મિક મેળામાં નાગા સંન્યાસીઓ વિશેષ મહત્વ ધરાવે છે. તેમ કહીએ તો પણ ઓછું નથી. આ મેળો શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ માટે જ આદિ અનાદિકાળથી યોજાતો આવે છે, પરંતુ નાગા સંન્યાસીઓની સાથે મેળામાં આવતી અવધૂત માઈ પણ વિશેષ ધાર્મિક મહત્વ (Importance of Avdhut Mai) ધરાવે છે.

અવધૂત માઈ ભવનાથની તળેટીમાં કરે છે મહાદેવની આરાધના

અવધૂત માઈ ભવનાથની તળેટીમાં કરે છે મહાદેવની આરાધના

અવધૂત માઈ 5 દિવસ સુધી ભવનાથની તળેટીમાં ધૂણી ધખાવીને દેવાધિદેવ મહાદેવની આરાધના કરતાં પણ જોવા મળે છે. અવધૂત માઈ રવેડીમાં પણ ભાગ લે છે અને મહાશિવરાત્રિના દિવસે નાગા સંન્યાસીઓના શાહીસ્નાન બાદ તેઓ શિવરાત્રિનું સ્નાન પૂર્ણ કરે છે.

અવધૂત માઈને આપવામાં આવતી દીક્ષાનો ઉલ્લેખ ભગવદ ગીતામાં પણ છે

આ પણ વાંચો-Mahashivratri 2022: મહાશિવરાત્રી મેળાને લઈને ભવનાથ તળેટી નાગા સંન્યાસીઓનું આગમન

અવધૂત માઈ અખાડામાં નાગા સંન્યાસીઓ સાથે ધાર્મિક જીવન પસાર કરે છે

મહાશિવરાત્રિના મહાપર્વમાં (Junagadh Mahashivratri Fair 2022) જોવા મળતાં અવધૂત માઈ આદિઅનાદિ કાળથી દેવો દ્વારા સ્થાપવામાં આવેલા અખાડાઓના નાગા સંન્યાસીઓ સાથે ધાર્મિક રીતે જીવન પસાર કરતાં જોવા મળે છે. એટલે કે, જેટલું મહત્વ નાગા સંન્યાસી ધરાવે છે. તેટલું જ મહત્વ અવધૂત માઈને (Importance of Avdhut Mai) પણ આપવામાં આવે છે. નાગા સંન્યાસીની જેમ અવધૂત માઈને પણ દીક્ષા આપવામાં આવે છે. દીક્ષા ગ્રહણ કર્યા બાદ કોઈ પણ અવધૂત માઈ અખાડાના સાધુ તરીકે સ્થાન પ્રાપ્ત કરે છે.

અવધૂત માઈ અખાડામાં નાગા સંન્યાસીઓ સાથે ધાર્મિક જીવન પસાર કરે છે

આ પણ વાંચો-Mahashivratri 2022: નાગા સંન્યાસીઓ શરીર પર જે ભભૂત લગાવે છે તેનું વિશેષ મહત્વ શું છે, જાણો

અવધૂત માઈને આપવામાં આવતી દીક્ષાનો ઉલ્લેખ ભગવદ ગીતામાં પણ છે

અવધૂત માઈને (Avdhut Mai in Junagadh) આપવામાં આવતી દીક્ષાનો ઉલ્લેખ ભગવદ ગીતામાં પણ જોવા મળે છે. સંન્યાસ અને દીક્ષાનું મહત્વ આજે (Importance of Avdhut Mai) પણ એટલું જ છે. જે પ્રકારે હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિક વિધિવિધાન સાથે નાગા સંન્યાસીઓને દીક્ષા આપવામાં આવે છે. તે જ પ્રકારે અવધૂત માઈને પણ દીક્ષા સંસ્કાર કરવામાં આવે છે, જે ધાર્મિક વિધિવિધાન સાથે પૂર્ણ કર્યા બાદ અવધૂત માઈને સંન્યાસીમાં (Importance of Avdhut Mai) સામેલ કરવામાં આવે છે.

દિક્ષા ધારણ કર્યા પછી સંન્યાસી બનેલાં અવધૂત માઈ કરે છે શિવની આરાધના

દીક્ષા ધારણ કર્યા બાદ સંન્યાસમાં રહેલાં અવધૂત માઈ ભગવાન ભોળાનાથના સાંનિધ્યમાં સંન્યાસીઓ સાથે અલખને ઓટલે બેસીને ઘૂણી ધખાવી દેવાધિદેવ મહાદેવની ભક્તિ કરવાની મંજૂરી મળે છે. સંન્યાસીઓને સાથે શિવરાત્રિ મેળામાં આવતા અવધૂત માઈનુ પણ મહત્વ જોવા મળે છે. સંન્યાસીઓ સાથે રહેતી અવધૂત માઈ (Importance of Avdhut Mai) જ્યાં સુધી તેમના સંસ્કાર અને દીક્ષા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેમને ઘૂણી ધખાવવાની કે સંન્યાસી સાથે બેસવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી. સંસ્કાર અને દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ અવધૂત માઈ સંન્યાસીઓ સાથે ધૂણી ધખાવીને 'બમ બમ ભોલે', 'હર હર મહાદેવ'ના નાદ સાથે ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details