ગુજરાત

gujarat

ETV Bharat / city

રસી આપ્યા બાદ પણ ગાયોમાં લમ્પી, પશુપાલકોમાં ડરનો માહોલ - Lumpy Virus in Junagadh

જુનાગઢ શહેર અને જિલ્લામાં પણ લમ્પી (Lumpy Virus in Junagadh) વાયરસનો કહેર ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ત્યારે જુનાગઢમાં લમ્પી વાયરસ સામે રસીકરણ અભિયાન પણ ચાલુ કરવામાં આવ્યું છે. પરતું પશુઓને રસી આપ્યા બાદ પણ વાયરસના લક્ષણો દેખાતા ચિંતાનો (virus in cows even after vaccination) વિષય બન્યો છે.

રસી આપ્યા બાદ પણ ગાયોમાં લમ્પીની અસર દેખાતા ચિંતાનું મોજુ
રસી આપ્યા બાદ પણ ગાયોમાં લમ્પીની અસર દેખાતા ચિંતાનું મોજુ

By

Published : Aug 3, 2022, 12:58 PM IST

જુનાગઢ :જૂનાગઢ શહેર અને જિલ્લામાં લમ્પી વાઈરસ હવે ધીમે (Lumpy Virus in Junagadh) ધીમે ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યારે જુનાગઢ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા પશુ સારવાર કેન્દ્રમાં જુનાગઢ શહેરમાં રામધણ તરીકે ફરતી નવ જેટલી ગાયને લમ્પી વાઈરસની અસર થતા તેને સારવાર માટે રાખવામાં આવી છે. અહીં સતત તબીબોની દેખરેખ નીચે વાઇરસ ગ્રસ્ત ગાયોની સારવાર ચાલી રહી છે. જે પૈકીની કેટલીક ગાયોની તબિયત ખૂબ જ નાજુક માનવામાં આવે છે. તેની વચ્ચે રસી આપ્યા બાદ પણ વાયરસની અસર દેખાતા ચિંતાનો વિષય બન્યો છે.

રસી આપ્યા બાદ પણ ગાયોમાં લમ્પીની અસર દેખાતા ચિંતાનું મોજુ

આ પણ વાંચો :Lumpy virus in Kutch : લમ્પી સ્કિન ડીસીઝનો કહેર વધતા 5 એકરમાં વિશાળ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા

રસીકરણ મહાઅભિયાન -સતત વધી રહેલા લમ્પી વાઇરસના (Junagadh Vaccination Campaign) ખતરાને પગલે જૂનાગઢ જિલ્લામાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, જેને પગલે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 કલાક પશુ સારવાર કેમ્પ શરૂ(Junagadh Animal Treatment Camp) કરાયો છે. હાલ જૂનાગઢ શહેર અને જિલ્લામાં મળીને કુલ 250 કરતાં વધુ ગાયો લમ્પી વાયરસથી સંક્રમિત સામે આવી છે. રાજ્યમાં લમ્પી વાયરસનો ખતરો ઊભો થયો ત્યારથી પશુપાલન વિભાગ જિલ્લા પંચાયત અને સામાજિક સંસ્થાઓ તેમજ ગૌશાળાઓ દ્વારા લમ્પી વાયરસના ખતરાને પહોંચી વળવા તેમજ પ્રત્યેક ગૌવંશને વાયરસથી સુરક્ષિત કરવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું હતું જેમાં પણ ચોકાવનારો અને ચિંતાજનક ખુલાસો થયો છે.

આ પણ વાંચો :Lumpy virus in kutch : સીએમે ગાયોમાં લમ્પી વાયરસની સ્થિતિને લઇ બેઠક યોજી, કર્યાં આ નિર્ણયો

રસી સામે વાયરસ - જુનાગઢ પશુ સારવાર કેન્દ્રમાં (Vaccination Campaign in Junagadh) લમ્પી વાયરસથી પ્રભાવિત બે ગાયો રસીકરણથી સુરક્ષિત કરવામાં આવી હતી. તેમ છતાં તેનેલમ્પી વાયરસનો ચેપ લાગ્યો છે, ત્યારે લમ્પી વાયરસની જે રસી અસરકારકતા છે (virus in cows even after vaccination) તેની સામે વાયરસની અસરકારકતા વધારે તીવ્ર હોય તેવા ચિંતાજનક દ્રશ્યો સામે (Cow lumpy virus infection in Junagadh) આવ્યા હતા, ત્યારે તાકીદે પશુઓમાં ફેલાયેલી આ મહામારી હવે ધીમે ધીમે ચિંતાનો વિષય બની રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details