ગુજરાત

gujarat

ETV Bharat / city

મહાદેવના ચરણોમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી આજે સોમનાથ મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી રહ્યા છે. આ અંતિમ સોમવારનું શ્રવણ માસમાં કેટલું મહત્વ છે એ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી એજ એક મહાદેવ પ્રતેયની શ્રઘ્ધાનું પ્રતીક છે. આજના દિવસે હર હર મહાદેવના નાદથી સમગ્ર સોમનાથ મંદિર ધાર્મિક ભાવ સાથે ગુંજી રહ્યું છે. Gujarat Somnath Temple Somnath Mahadev Temple Shravan Month 2022

મહાદેવના ચરણોમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર
મહાદેવના ચરણોમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર

By

Published : Aug 22, 2022, 5:28 PM IST

જૂનાગઢશ્રાવણ મહિનો તેના અંતિમ (Shravan Month 2022) મુકામ પર પહોંચી રહ્યો છે, ત્યારે આ વર્ષે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે દેવાધિદેવ મહાદેવના (Somnath Mahadev Temple)ચરણોમાં શિવ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં શિવભક્તોએ મહાદેવના (Mahadev Disciples at Mahadev Temple) દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી.

આજે સોમનાથ મંદિર ધાર્મિક ભાવ સાથે ગુંજી રહ્યું છે

શ્રાવણનો અંતિમ સોમવાર આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર(Shravan Month Last Monday) છે. શિવભક્તો મહાદેવ પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કરવા માટે સોમનાથ મંદિર પરિસરમાં (Somnath Mahadev Temple Parisar) ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આજે સોમવાર હોવાને કારણે મંદિર વહેલી સવારે ચાર વાગ્યે શિવ ભક્તો મહાદેવના દર્શન કરી શકે તે માટે ખોલવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં શિવભક્તોએ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી.

આ પણ વાંચોSravana 2022: શિવ ભક્તોનો મહેરામણ મંદિર પરિસરમાં ઉમટ્યો

દુનિયાભરથી લોકો સોમનાથમાંલોકો વહેલી સવારના ચાર વાગ્યાથી સતત શિવ ભક્તો સોમેશ્વર મહાદેવના દર્શન (Darshan of Someshwara Mahadev) કરવા માટે જાણે કે ઘસારો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોવાથી શિવભક્તો મહાદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે સમગ્ર દેશ અને દુનિયામાંથી ખૂબ મોટી સંખ્યામાં સોમનાથ તરફ આવી રહ્યા છે. હર હર મહાદેવના નાદથી સમગ્ર સોમનાથ મંદિર ધાર્મિક ભાવ સાથે ગુંજી રહ્યું છે.

આજે અંતિમ સોમવાર નિમિત્તે મહાદેવ પર બિલીપત્રનો સતત અભિષેક

ધાર્મિક કાર્યક્રમનું આયોજનઆજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવારને લીધે મંદિર પરિસરમાં પણ વિશેષ અને અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન (Organization of special religious program) કરાયું છે. સોમનાથ મંદિરની પરંપરા મુજબ શ્રાવણ મહિનાના પ્રત્યક્ષ વારે શિવ ભક્તો દેવાધિદેવ મહાદેવની પાલખી યાત્રાના અદભુત દર્શન કરી શકે તે માટે પાલખી યાત્રાનું આયોજન (Planning of Palkhi Yatra) થતું હોય છે.

સોમનાથ મહાદેવના મંદિર

આ પણ વાંચોઅરવિંદ કેજરીવાલ સોમનાથમાં મહાદેવની પૂજા અને ધ્વજા ચઢાવશે

મહાદેવની વિશેષ પૂજાઆજે અંતિમ સોમવાર નિમિત્તે મહાદેવ પર બિલીપત્રનો સતત અભિષેક (Bilipatra on Mahadev) કરવામાં આવ્યો હતો. આ સાથે સાથે મહાદેવની વિશેષ પૂજા પણ સોમનાથ મંદિરના પંડિતો (Pandits of Somnath temple) દ્વારા શાસ્ત્રોક્ત મંજુ મંત્રોચ્ચાર સાથે હાથ ધરવામાં આવી હતી. વધુમાં સોમનાથ મહાદેવના દર્શન માટે આવેલા શિવભક્તોએ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેમજ વિશ્વના લોકો સુખ શાંતિ અને ભાઈચારા સાથે જોવા મળે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details