ગુજરાત

gujarat

ETV Bharat / city

કેસર કેરીની સીઝન પૂર્ણ ગત વર્ષની સરખામણીએ આવકમાં ઘટાડો પરંતુ બજાર ભાવોમાં વધારો - કેસર કેરીની સીઝન પૂર્ણ ગત વર્ષની સરખામણીએ આવકમાં ઘટાડો પરંતુ બજાર ભાવોમાં વધારો

ગીરની શાન સમી કેસર કેરીની સિઝન આ વર્ષે પૂર્ણ થઈ (junagadh gir mango season end) છે. 52 દિવસ સુધી ચાલેલી સિઝન દરમિયાન ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે પરંતુ ગત વર્ષની સરખામણીએ સરેરાશ બજાર ભાવોમાં બમણો વધારો નોંધાતા આ વર્ષની કેરીની સીઝન ખેડૂત સહિત નાના અને મોટા વેપારીઓ માટે પણ ખૂબ સારી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

કેસર કેરીની સીઝન પૂર્ણ ગત વર્ષની સરખામણીએ આવકમાં ઘટાડો પરંતુ બજાર ભાવોમાં વધારો
કેસર કેરીની સીઝન પૂર્ણ ગત વર્ષની સરખામણીએ આવકમાં ઘટાડો પરંતુ બજાર ભાવોમાં વધારો

By

Published : Jun 19, 2022, 9:13 PM IST

જૂનાગઢ:વર્ષ 2022ની કેસર કેરીની સીઝન આજે વિધિવત રીતે પૂર્ણ (junagadh gir mango season end) જાહેર કરવામાં આવી છે. ગત 24મી એપ્રિલથી શરૂ થયેલી કેરીની સીઝન 16મી જૂન સુધી ચાલી હતી. કેસર કેરીના પીઠા અને હબ માર્કેટિંગ યાર્ડ એવા તાલાળામાં આ વર્ષે આવકની દ્રષ્ટિએ પ્રતિ 10 કિલો બોક્સમાં ચોક્કસ ઘટાડો નોંધાયો હતો, પરંતુ ગત વર્ષની સરખામણીએ પ્રતિ 10 કિલો કેરીના બજારભાવો (Gujarat mango market price) બમણા કરતા પણ વધુ ઉપજ્યા હતા, જેને કારણે ખેડૂતોથી લઈને કેરીના વેપાર સાથે સંકળાયેલા નાના મોટા તમામ વેપારીઓને આ વર્ષની કેરીની સિઝન ખૂબ સારી અને આર્થિક રીતે સદ્ધર કરનારી સાબિત થઇ છે.

કેસર કેરીની સીઝન પૂર્ણ ગત વર્ષની સરખામણીએ આવકમાં ઘટાડો પરંતુ બજાર ભાવોમાં વધારો

આ પણ વાંચો:પીએમ મોદીએ 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદને ટોર્ચ આપી ભારતીય ચેસના ઈતિહાસમાં વધુ એક પાનું ઉમેર્યુ

આવકમાં ઘટાડો પરંતુ બજાર ભાવોમાં બમણો વધારો:કેસર કેરીની સીઝન અંગે તાલાલા માર્કેટીંગ યાર્ડના સચિવ હરસુખ ભાઇ જારસાણિયાએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, આ વર્ષે કેસર કેરીની 52 દિવસ સુધી ચાલેલી સિઝનમાં 5 લાખ 68 હજાર જેટલા 10 કિલોના કેરીની બોક્સની આવક થઇ હતી. જે ગત વર્ષના 5 લાખ 87 હજાર કરતા 19 હજાર બોક્સની આવક ઓછી જોવા મળે છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં માળીયા વેરાવળ વિસાવદર મેંદરડા અને કોડીનાર પંથકમાંથી 50 ટકા અને 50% તાલાલા પંથકના આંબાવાડીઓમાંથી કેસર કેરીની આવક (Kesar mango income 2022) થઈ હતી.

કેસર કેરીની સીઝન પૂર્ણ ગત વર્ષની સરખામણીએ આવકમાં ઘટાડો પરંતુ બજાર ભાવોમાં વધારો

આ પણ વાંચો:પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી

આ વર્ષે સરેરાશ બજાર ભાવો પર નજર કરીએ તો પ્રતિ 10 કિલોના 740 જેટલા બજારભાવ ઉપજ્યા હતા. જે ગત વર્ષના 370 રૂપિયાના સરેરાશ બજાર ભાવ કરતા બમણા જોવા મળે છે આવકની દ્રષ્ટિએ કેરીના બોક્સ માં ચોક્કસ ઘટાડો થયો છે, પરંતુ બજાર ભાવ ની દ્રષ્ટિએ બમણો વધારો થતાં ખેડૂતો અને નાના-મોટા કેરીના વેપારીઓને આ વર્ષની કેરીની સીઝન ખૂબ સારી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. આ વર્ષે તાલાલા માર્કેટીંગ યાર્ડમાંથી 37 કરોડ 50 લાખ અને 32 હજારની આસપાસ એક માત્ર કેસર કેરીનો વેપાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે કેસર કેરીનો આ વેપાર પણ ખૂબ સારો હોવાનું મનાઈ રહ્યું છે.

કેસર કેરીની સીઝન પૂર્ણ ગત વર્ષની સરખામણીએ આવકમાં ઘટાડો પરંતુ બજાર ભાવોમાં વધારો

ABOUT THE AUTHOR

...view details