- આપ નેતા નિખિલ સવાણી એક દિવસ જુનાગઢની મુલાકાતે
- ભાજપ અને કોંગ્રેસ પર લોકોની સમસ્યામાં વધારોનો આક્ષેપ
- કોંગ્રેસ પોતાના નેતાની પસંદગી નથી કરી શકતી તે લોકોની સમસ્યા કેમ દૂર કરશે
જૂનાગઢ:આપનેતા નિખિલ સવાણી આજે એક દિવસને જૂનાગઢની મુલાકાતે (AAP leader Nikhil Savani on junagadh visit) આવ્યા હતા 26/11 ના પક્ષના 10માં સ્થાપના દિવસ નિમિત્તે જનમત અને જનસંપર્ક કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે, તે મુજબ પક્ષના કાર્યકરો સાથે જૂનાગઢમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિખિલ સવાણી પણ હાજર રહેશે પક્ષના યુવાવિગ ને લોકો સુધી પહોંચાડવાની રણનીતિ પણ આ બેઠકમાં ઘડવામાં આવશે પક્ષનું યુવાવિગ પ્રત્યેક લોકો સુધી પહોંચીને તેમણે સમસ્યા માથી કઈ રીતે બહાર કાઢવામાં આવશે તેને લઈને લોકોનો જનમત પણ કેળવશે.
ગુજરાતમાં ત્રીજા મોરચાને લઈ નિખિલ સવાણીનું નિવેદન
ગુજરાતમાં ત્રીજા મોરચાને લઈને નિખીલ સવાણીએ જૂનાગઢમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે ETV BHARAT સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા દ્વારા રાષ્ટ્રીય જનતા પાર્ટી રાજપા અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ દ્વારા ગુજરાત પરિવર્તન પાર્ટીની GPPની સ્થાપના કરીને વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2021) જંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં તેમને નિષ્ફળતા મળી હતી, ત્યારથી ગુજરાતમાં ત્રીજા મોરચાને લઈને અનેક શંકા-કુશંકાઓ થઇ રહી છે, પરંતુ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ ૧૮૨ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખીને સફળતા મેળવશે અને ગુજરાત પર ત્રીજા મોરચો સફળ થતો નથી તેવુ કલંક પણ દૂર કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષને લઈને નિખિલ સવાણીના કોંગ્રેસ પર સવાલો