જૂનાગઢઃ કોરોના વાઇરસના વધતા ખતરાને પહોંચી વળવા માટે ગૃહ વિભાગે કમર કસી છે. ગૃહ વિભાગે સોમવારે મધ્ય રાત્રિથી સમગ્ર રાજ્યને લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. જેથી જૂનાગઢ પોલીસ રસ્તા પર ઉતરીને વાહન-ચાલકોને અરવ-જવર કરવાનું યોગ્ય કારણ પૂછ્યા બાદ શહેરમાં આવવાની પરવાનગી આપે છે.
લોકડાઉનને લઇને જૂનાગઢ પોલસે ગોઠવ્યો ચૂસ્ત બંદોબસ્ત - જૂનાગઢના તાજા સમાચાર
કોરોના વાઇરસના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જૂનાગઢમાં તેનો અમલ સોમવારની મધ્ય રાત્રિથી થઇ ગયો છે અને પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
લોક ડાઉનને લઇને જૂનાગઢ પોલસે ગોઢવ્યો ચૂસ્ત બંદોબસ્ત
રવિવારના રોજ જનતા કરફ્યૂને જે પ્રકારે સમર્થન મળ્યું હતું તેને જોતા સરકાર અને ગૃહવિભાગ દ્વારા કોઈ કડક આદેશ બહાર પાડવાની જરૂર નહીં રહે તેવું લાગી રહ્યું હતું. પરંતુ 24 કલાકની સ્વયમ શિસ્ત જાળવી આપ્યા બાદ સોમવારે દિવસભર સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ લોકોની અવર-જવર ખૂબ વધી ગઈ હતી. જેથી આવી પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી જવાની શક્યતાઓ પણ જોવા મળી હતી. જેને ધ્યાને રાખીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યને લોકડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.