ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ પોલીસે જુગારધામ પર રેડ કરી રૂપિયા 49 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જૂનાગઢ રાજકોટ રોડ પર આવેલા એસેલ પાર્કમાંથી જુગાર રમતા 20 જુગારીઓને જૂનાગઢ પોલીસે પકડી પાડ્યા છે, જુગારીઓ પાસેથી 14 લાખ જેટલી રોકડ, મોબાઈલ અને વાહન મળીને કુલ 49 લાખનો મુદ્દામાલ પણ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

જૂનાગઢ પોલીસની જુગારધામ પર રેડ, 49 લાખનો મુદ્દામાલ કબ્જે
જૂનાગઢ પોલીસની જુગારધામ પર રેડ, 49 લાખનો મુદ્દામાલ કબ્જે

By

Published : Nov 24, 2020, 4:51 PM IST

  • જૂનાગઢ પોલીસે 20 જેટલા જુગારીઓને પકડી પાડયા
  • ભાજપ અગ્રણીના પાર્કમાંથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
  • 14 લાખની રોકડ મોબાઈલ અને ચાર મોટર કાર સાથે અંદાજિત 49 લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢઃ શહેર પોલીસને મોટી સફળતા મળી છે, જૂનાગઢ રાજકોટ રોડ પર આવેલા એસલ પાર્કમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીને આધારે પોલીસે રેડ કરતા જુગારીઓને 14 લાખની રોકડ સાથે પકડી પાડવામાં જૂનાગઢ એસ.ઓ.જીને સફળતા મળી છે. પોલીસની રેડ દરમિયાન ચાર જુગારીઓ છટકી જવામાં સફળ રહ્યા છે, જેને પણ પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો, તે ભાજપ અગ્રણીનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જૂનાગઢ પોલીસની જુગારધામ પર રેડ, 49 લાખનો મુદ્દામાલ કબ્જે

જુગારધામ ઝડપાતા જૂનાગઢમાં ચકચાર

નેશનલ પાર્ક રેસ્ટોરન્ટ જૂનાગઢમાં વર્ષોથી ચાલી રહ્યું છે, જેનું સંચાલન ભાજપના અગ્રણી કરી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં અહીં ગેરકાનૂની કૃત્યો થતા હોવાની માહિતી પોલીસને મળી હતી, જેને લઇને પોલીસે રેડ કરતા જુગારધામ ઝડપાયું હતું, પોલીસે પૂર્વ બાતમીને આધારે સોમવારના રોજ રેડ કરતા પોલીસને જુગારધામ ઝડપી પાડવામાં સફળતા મળી હતી, પકડાયેલા જુગારીઓ જૂનાગઢ સહિત રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોવાનું પોલીસ વિગતોમાં બહાર આવ્યું છે.

જુગાર રમતી મહિલા જુગારીઓ પણ ઝડપાઈ

સોમવારના રોજ પોલીસે જુગારધામ પર રેડ પાડી હતી, તેમાં 20 જુગારીઓને સાથે બે મહિલા જુગારી પણ પકડાઇ હતી. આ કિસ્સો સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન બન્યો છે, સોમવારના રોજ 18 પુરુષ અને 2 મહિલા જુગારીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જે પૈકીના હજુ ચાર જુગારીઓ પોલીસ પકડથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા, જેને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ પોલીસે જુગારધામ પર રેડ કરી રૂપિયા 49 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મહિલા જુગારીઓનું પ્રમાણ વધતુ જોવા મળ્યું

પોલીસે જુગારધામ પકડ્યું તેમાં બે મહિલાઓ જુગાર રમતા પકડાઈ હતી, તાજેતરમાં જ સાતમ-આઠમના તહેવાર દરમિયાન પણ પોલીસે જુગાર અંગે રેડ પાડી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં ચિંતાજનક કહી શકાય તે પ્રકારે મહિલાઓ જુગાર રમતા પકડાઈ હતી. ગત ચાર-પાંચ મહિનાની વાત કરીએ તો સાતમ-આઠમના તહેવાર મળીને કુલ 80થી 100 જેટલી મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ હોવાની વિગતો પણ સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details