ગુજરાત

gujarat

ETV Bharat / city

Junagadh Police Arrest Drug peddler : દોલતપરા વિસ્તારમાંથી મેફ્રેડોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ - ડ્રગ્ઝનું એફએસએલ ટેસ્ટિંગ

જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Junagadh Police LCB) શહેરના રામદેવપરા વિસ્તારમાંથી 233 ગ્રામ મેફેડ્રોન નશીલા પદાર્થો (Junagadh Police Arrest Drug peddler) સાથે યુવકની ધરપકડ કરી છે. આશરે 28 લાખ રુપિયાની કિંમતના મેફ્રેડોન જથ્થાની હેરાફેરી વિશે વધુ જાણવા ક્લિક કરો.

Junagadh Police Arrest Drug peddler : દોલતપરા વિસ્તારમાંથી મેફ્રેડોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ
Junagadh Police Arrest Drug peddler : દોલતપરા વિસ્તારમાંથી મેફ્રેડોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ

By

Published : Apr 13, 2022, 9:47 PM IST

જૂનાગઢ- જૂનાગઢ પોલીસને (Junagadh Police LCB)આજે મોટી સફળતા હાથ લાગી છે. જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં રામદેવપરા નજીક આવેલી કસ્તુરબા સોસાયટીમાં કેટલાક ઇસમો દ્વારા નશીલા પદાર્થની હેરાફેરી કરવામાં આવનાર છે તેવી પૂર્વ અને ચોક્કસ બાતમી મળતા પોલીસે કસ્તુરબા સોસાયટીના રહેણાંક મકાનમાંથી હરેશ વદર નામના ઈસમને મેફ્રેડોન નામના ડ્રગ્સ સાથે આરોપીને (Junagadh Police Arrest Drug peddler) પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી ધરી છે. યુવાન પાસેથી પકડાયેલા નશીલા પદાર્થ મેફ્રેડોનની બજાર કિંમત 28 લાખની આસપાસ થવા જાય છે.

આરોપી પાસેથી પકડાયેલો પદાર્થ એફએસએલે મેફેડ્રોન તરીકે કર્યો જાહેર-જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચના (Junagadh Police LCB)અધિકારીઓએ આરોપી હરેશ વદર પાસેથી મળેલો પદાર્થ નશીલો છે કે નહીં તેને લઈને એફ.એસ.એલ.ના અધિકારીઓને વૈજ્ઞાનિક પૃથક્કરણ (FSL Testing For Drugs Case) માટે આ પદાર્થ મોકલ્યો હતો. જેનું તાકીદે પરીક્ષણ પૂર્ણ થતા આરોપી યુવક હરેશ વદર પાસેથી પકડાયેલા 233 ગ્રામ નશીલો મેફ્રેડોન નામનો પદાર્થ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હરેશ વદર નામના આરોપીની નશીલા પદાર્થ રાખવાના ગુનામાં અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી(Junagadh Police Arrest Drug peddler) હાથ ધરી છે.

આશરે 28 લાખ રુપિયાની કિંમતના મેફ્રેડોન જથ્થો છે

આ પણ વાંચોઃ Mundra Drugs Case : મુન્દ્રા ડ્રગ કેસ મામલે 4 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

અઠવાડિયામાં બીજી હેરાફેરી- ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે ચોરવાડ નજીકથી પણ વેરાવળનો એક યુવાન મેફ્રેડોન સાથે (Junagadh Police Arrest Drug peddler) ઝડપાયો હતો. ત્યારે એક અઠવાડિયામાં આ બીજી ઘટના મેફ્રેડોન drugs પકડાવાની જૂનાગઢ જિલ્લામાં બની છે ત્યારે મેફ્રેડોન ડ્રગ્સની તસ્કરી ખૂબ મોટા પ્રમાણમાં થતી હશે તેવી શક્યતાઓને (Junagadh Crime)નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચોઃ NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details