જૂનાગઢશહેરમાં વણઝારી ચોક ગરબી મંડળની સિદ્ધિ આજે પણ દ્રશ્યમાન થાય છે, જે નવાબી સમયથી (junagadh nawab) યોજવામાં આવે છે. 70 વર્ષ પહેલા જૂનાગઢના નવાબ દ્વારા વણઝારી ચોક ગરબી મંડળના (Vanzari Chowk Fire Garbi) યુવાનોને મશાલ રાસમાં (Mashal Raas) વિશેષ સિદ્ધિ મેળવવા બદલ ચાંદીના ગરબાથી (silver garbo) સન્માનિત કરાયા હતા. આ ગરબો આજે પણ વણઝારી ચોક યુવક મંડળની કોમી એખલાસ અને ધર્મ પ્રત્યેની લાગણીને ઉજાગર કરી રહ્યો છે.
નવાબી સમયથી યોજાતી વણઝારી ચોક ગરબી મંડળની સિદ્ધિ આજે પણ દ્રશ્યમાન થાય કોમી એખલાસ અને ધર્મનું પ્રતીક ચાંદીનો ગરબોનવાબી કાળથી થતી આવતી વણઝારી ચોક ગરબી મંડળ (Vanzari Chowk Fire Garbi) દ્વારા દર વર્ષે બાળકીઓ માટે ગરબાનું આયોજન થાય છે. વણઝારી ચોક યુવક મંડળ નવાબી કાળથી ગરબાનું (Navratri Festival) આયોજન કરતું આવ્યું છે. આ ગરબાની વિશેષ સિદ્ધિ રૂપે આજથી 70 વર્ષ પૂર્વે જુનાગઢના નવાબ (junagadh nawab) દ્વારા ગરબાને પ્રોત્સાહિત કરવા માટે પુરૂષ ખેલૈયાઓને ઈનામમાં ચાંદીનો ગરબો આપ્યો હતો.
કોમી એખલાસ અને ધર્મનું પ્રતીક ચાંદીનો ગરબો અખંડ જ્યોતના દર્શન વણઝારી ચોક ગરબી મંડળમાં (Vanzari Chowk Fire Garbi) દર વર્ષે આયોજિત થતાં ગરબાના સ્થાન પર માતાજીની પ્રતિમાના હાથ પર ચાંદીનો ગરબો રાખવામાં આવે છે. તેમ જ નવ દિવસ સુધી આ ગરબામાં જગદંબાની અખંડ જ્યોતના દર્શન થાય છે. નવાબ (junagadh nawab) દ્વારા અપાયેલો ચાંદીનો ગરબો આજે પણ ખેલૈયાઓ માટે ધાર્મિક કોમી એખલાસ ની સાથે પ્રાચીન ગરબાની (prachin garba) પરંપરાને યાદ અપાવી રહ્યો છે
પ્રાચીન ગરબીનો ઉલ્લેખ જૂનાગઢની સૌથી પ્રાચીન ગરબી (prachin garba) તરીકે વણઝારી ચોક ગરબીનો ઉલ્લેખ આજે પણ થાય છે. વણઝારી ચોકમાં નવરાત્રિના (Navratri Festival) સમયે મહિલા અને પુરૂષો દ્વારા ટેન્ટ બનાવીને નવાબી સમયમાં ગરબાનું આયોજન થતું હતું. આ સમયે વણઝારી ચોક ગરબી મંડળના (Vanzari Chowk Fire Garbi) પુરૂષો દ્વારા અદભુત મશાલ રાસનું (Mashal Raas) આયોજન થતું હતું.
ગરબાએ ઊભી કરી નવી ઓળખ આ રાસ ગરબામાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર પણ બનતો હતો. ત્યારે જે તે સમયે અને આજથી 70 વર્ષ પહેલાં મસાલા રાસમાં (Mashal Raas) વણઝારી ચોકના યુવકોએ સ્પર્ધા જીતી હતી, જેને સન્માન કરવા માટે જૂનાગઢના નવાબ (junagadh nawab) દ્વારા યુવક મંડળને ચાંદીનો ગરબો ઈનામ રૂપે આપીને તેમની ધર્મ પ્રત્યેની લાગણીને પ્રોત્સાહિત કરી હતી. ત્યારથી આજ દિન સુધી નવાબ દ્વારા ભેટમાં મળેલો ચાંદીનો ગરબો આજે પણ વણઝારી ચોક ગરબી મંડળની વિશેષ ઓળખ બની રહ્યો છે.