ગુજરાત

gujarat

ETV Bharat / city

જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના થયા ઉગ્ર, કોર્પોરેટર રાજુ સોલંકી સાથે થઈ ગરમાગરમી - રાજેશ તન્ના રાજુ સોલંકી

જુનાગઢના મ્યુનિસિપલ કમિશ્નર (Junagadh Municipal Commissioner) રાજેશ તન્ના અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી (Former Congress corporator Raju Solanki) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લારીવાળાઓ શહેરમાં દબાણ હટાવવાને લઈને જે કામગીરી ચાલી રહી છે જેને લઇને મ્યુનિસિપલ કમિશ્નર કચેરી (Office of the Municipal Commissioner)એ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના અને રાજુ સોલંકી વચ્ચે બોલાચાલી થઈ હતી.

જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના થયા ઉગ્ર, કોર્પોરેટર રાજુ સોલંકી સાથે થઈ ગરમાગરમી
જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના થયા ઉગ્ર, કોર્પોરેટર રાજુ સોલંકી સાથે થઈ ગરમાગરમી

By

Published : Nov 22, 2021, 10:54 PM IST

  • જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્નાનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યું
  • કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી સામે ઉગ્ર થતા મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના
  • રજૂઆતને લઈને પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી અને કમિશ્નર વચ્ચે ગરમાગરમી

જુનાગઢ: મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના ((Junagadh Municipal Commissioner Rajesh Tanna)નો ઉગ્ર સ્વભાવ આજે ઉજાગર થયો હતો. છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ શહેર (junagadh City)માં લારીના દબાણ હટાવવાને લઈને કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે લારી ચાલકો કમિશ્નર કચેરી (Commissioner's Office)એ તેમની રજૂઆત કરવાને લઈને પહોંચ્યા, ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી (Former Congress corporator Raju Solanki) સાથે કોઈ વાતને લઈને કમિશ્નર સાથે બોલાચાલી થઇ હતી જેના પરિણામે કમિશ્નર રાજેશ તન્નાનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યું છે.

લારી હટાવવાની કામગીરીને લઇને રજૂઆત કરવા ગયા હતા લારીવાળા

અત્યારે સમગ્ર મામલો ઠંડો પડી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં આ મામલાને લઈને ચોક્કસપણે રાજનીતિ થતી પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આજે લારીવાળાઓ શહેરમાં દબાણ હટાવવાને લઈને જે કામગીરી ચાલી રહી છે જેને લઇને મ્યુનિસિપલ કમિશ્નર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી પણ સામેલ થયા હતા.

જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના થયા ઉગ્ર,

રાજુ સોલંકી સહિત લારીવાળાઓ સામે ઉગ્ર બન્યા મ્યુનિસિપલ કમિશ્નર

કમિશ્નર કચેરીની અંદર રાજુ સોલંકી સહિત લારી ધારકો મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્નાને રજૂઆતો કરી રહ્યા હતા. આ સમયે સવાલ પૂછવાને લઈને મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના ખૂબ જ ઉગ્ર જોવા મળ્યા હતા અને પોતાની ઓફિસની અંદર જ રજૂઆત કરતા પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી સહિત લારીવાળાઓ સામે ઉગ્ર બન્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલાને લઈને પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકીએ Etv ભારત સાથે વાત કરી હતી.

પોલીસ ફરિયાદ અને પોલીસને સોંપી દેવાનું કહ્યું

Etv ભારત સાથે કરેલી વાતચીતમાં રાજુ સોલંકી જણાવ્યું હતું કે, તેઓ લારી ચાલકોની સાથે દબાણ હટાવવાને લઈને કમિશ્નર સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ લારી ધારકોને રજૂઆત કરીને ઓફિસમાંથી બહાર નીકળવાનું કહેવાના મામલે ઉગ્ર વાતાવરણ બન્યું હતું. આ સમયે કમિશ્નર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને તેમની ઓફિસમાં આવેલા પૂર્વ કોર્પોરેટરને ઓફિસની બહાર જવાની સાથે તેને પોલીસને સોંપી દેવાની અને પોલીસ ફરિયાદ કરવા સુધીની વાત કરી રહ્યા છે, જે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ હજુ સુધી પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી સામે પોલીસ ફરિયાદ દાખલ થવાને લઈને કોઈ કાર્યવાહી કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

આ પણ વાંચો: students cleaning school toilet : નવસારીની તવડી પ્રાથમિક શાળામાં ગંદકીની સફાઈ કરતા વિદ્યાર્થીઓ

આ પણ વાંચો: અંબાજી વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃ ધબકતી થયી

ABOUT THE AUTHOR

...view details