ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

સાયકલ ટ્રેક પાછળ થયેલા ખર્ચના માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલને જૂનાગઢના મેયરે નકાર્યો - જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ

આજે માધ્યમોમાં હાજીયાણી બાગ નજીક સાયકલ ટ્રેક પાછળ મનપાના એક કરોડ કરતાં વધુના ખર્ચ પાણીમાં ગયો છે તેવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતાં. જેને લઈને મનપાના મેયર ( Junagadh mayor ) ધીરુભાઈ ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે જૂનાગઢ મનપાનો પ્રથમ સાયકલ ટ્રેક ( Junagadh cycle track ) ઉપરકોટમાં બનીને તૈયાર થઈ રહ્યો છે. માધ્યમોમાં જે અહેવાલો આવ્યા છે તેને નકારીને જૂનાગઢની જનતાને સાયકલ બ્રેક આગામી દિવસોમાં મળશે એવો ભરોસો અપાવ્યો હતો.

સાયકલ ટ્રેક પાછળ થયેલા ખર્ચના માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલને જૂનાગઢના મેયરે નકાર્યો
સાયકલ ટ્રેક પાછળ થયેલા ખર્ચના માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલને જૂનાગઢના મેયરે નકાર્યો
author img

By

Published : Aug 7, 2021, 7:56 PM IST

માધ્યમમાં પ્રસારિત થયેલા સાઇકલ ટ્રેકના ખર્ચને લઇને જૂનાગઢ મનપાના મેયરે આપી પ્રતિક્રિયા

જૂનાગઢનો પ્રથમ સાયકલ ટ્રેક ઉપરકોટમાં થઈ રહ્યો છે તૈયાર

માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલોને રદીયો આપતા જૂનાગઢના મેયર

જૂનાગઢઃ જૂનાગઢ મનપા દ્વારા બનાવવામાં આવેલો હાજીયાણી બાગ નજીકનો સાયકલ ટ્રેક ( Junagadh cycle track ) કરોડોના ખર્ચે તૈયાર થયો હતો. પરંતુ હવે તે કોઈપણ પ્રકારના ઉપયોગમાં આવતો નથી તેવા અહેવાલો માધ્યમોમાં પ્રસિદ્ધ થયા છે. જેને જૂનાગઢના મેયર ( Junagadh mayor ) ધીરુભાઈ ગોહેલે રદીયો આપ્યો છે અને જણાવ્યું છે કે જૂનાગઢનો પ્રથમ સાયકલ ટ્રેક ઉપરકોટમાં બની રહ્યો છે. આગામી દિવસોમાં લોકો તેનો ઉપયોગ પણ કરી શકશે. કેટલાક માધ્યમમાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતાં કે એક કરોડ કરતાં વધુના ખર્ચે તૈયાર થયેલો સાયકલ ટ્રેક હવે લોકોના ઉપયોગમાં આવતો નથી. જેમાં જૂનાગઢવાસીઓના કરવેરાના પૈસાનું પાણી થઇ ગયું છે તેવો ઉલ્લેખ કરાયો છે.

in article image
જૂનાગઢનો પ્રથમ સાયકલ ટ્રેક ઉપરકોટમાં બની રહ્યો છે
જૂનાગઢનો પ્રથમ સાયકલ ટ્રેક ઉપરકોટમાં તૈયારઃ જૂનાગઢ મેયર માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ ETV Bharat જૂનાગઢના મેયર ( Junagadh mayor ) ધીરુભાઈ ગોહિલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે સત્ય ચકાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મેયરે સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે જૂનાગઢનો પ્રથમ સાયકલ ટ્રેક ( Junagadh cycle track ) ઉપરકોટમાં તૈયાર થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં જૂનાગઢવાસીઓ તેમનો ઉપયોગ કરી શકશે. અહેવાલોમાં જે સ્થળ પર સાયકલ ટ્રેક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે તેને લઈને મેયરે જણાવ્યું હતું કે આ કોર્પોરેશન વિસ્તારમાં આ માર્ગ આવ્યો છે. અહીં રવિવારી બજાર અને ફનવર્લ્ડ જેવી મનોરંજન અને રોજગારી આપતી વ્યવસ્થાઓ પાછલા કેટલાક વર્ષોથી ચાલી રહી છે. ત્યારે વાહનોથી સતત ધમધમતા માર્ગ પર લોકોને ચાલવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે અલગ ફૂટપાથની વ્યવસ્થા કરી છે અને આગામી દિવસોમાં જૂનાગઢમાં સાયકલ પ્રેમીઓ માટે ઉપરકોટમાં સાયકલ ટ્રેક તૈયાર થયે ખુલ્લો મૂકવામાં આવશે.

આ પણ વાંચોઃ Historical architecture: જૂનાગઢમાં મૌર્ય સામ્રાજ્ય વખતના ઉપરકોટના કિલ્લામાંથી કડી વાવ મળી આવી

આ પણ વાંચોઃ ડિસ્કવર ઇન્ડિયા: 5000 વર્ષના ઇતિહાસ સાથે જૂનાગઢનો ઉપરકોટ આજે અડીખમ, હવે જીર્ણતા અનુભવી રહ્યો છે

ABOUT THE AUTHOR

...view details