કેશોદ: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં શનિવારની રાત્રે સમયે હિટ એન્ડ રનની (Fatal Accident by Truck) બની હતી. જેમાં એક 3 વર્ષના ભિક્ષુક પરિવારના બાળકનું (Child Death) મોત થયું છે. ટ્રક નીચે કચડાઇ જવાને કારણે મોત થતાં કેશોદ શહેરમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો છે. શહેરના મકસુદ ચોક વિસ્તારમાં ભિક્ષુક પરિવાર રાત્રિના સમયે સૂતો હતો. આ દરમિયાન અજાણ્યા ટ્રકચાલકે ટ્રકને બેદરકારી પૂર્વક (Careless Drive) હંકારીને ત્યાં રહેતા પરિવારને અડફેટે લીધા હતા. એ સમયે ત્યાં સૂતેલી માતા અને બાળકને ટ્રક અથડાવાથી (Major Injuries with Mother) ગંભીર ઈજા થઈ છે. જેમાં ત્રણ વર્ષના પુત્રનું મૃત્યું નીપજ્યું છે. ભિક્ષુક પરિવારના બાળકનું ઘટના સ્થળે જ મોત થતા પરિવાર માથે આભ તૂંટી પડ્યું હતું.
અંધારામાં ડ્રાઈવરે પરિવારની માથે ચડાવી દીધી ટ્રક, 3 વર્ષના ભૂલકાનો લિધો ભોગ - કેશોદ નેશનલ હાઈવે
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં હિટ એન્ડ રનની (Fatal Accident on Highway) ઘટના સામે આવી છે જેમાં ત્રણ વર્ષના ભિક્ષુક પરિવારના બાળકનું (Child Death) મોત થયું છે અને તેની માતાને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે ટ્રક ચાલક ફરાર (Truck Driver Flew) થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે
આ પણ વાંચો:એક સાથે 6 કિશોરી અને એક મહિલા ડૂબી જતા સોપો પડી ગયો
ટ્રક ચાલક ફરાર: અકસ્માત કરીને રાત્રીના અંધારાનો લાભ લઇને ટ્રક ડ્રાઈવર ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. જેને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે ઈજા થતા માતા તથા પુત્રને યુદ્ધના ધોરણે હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયા હતા. પરિવારે ટ્રક ડ્રાઈવર સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે. આસપાસના સીસીટીવી કેમેરાની મદદ પણ પોલીસ મેળવી રહી છે. ફરાર ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રિના સમયે ટ્રક ડ્રાઇવરની બેકાળજીને કારણે ત્રણ વર્ષના માસૂમ બાળકનો જીવ ગયો છે. આ ઘટના હૃદય કંપાવી નાખે તેવી છે. જોકે, ટ્રક ડ્રાઈવરની આવી બેદરકારીને કારણે જીવ ગયો હોય એવી આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ મોરબીમાંથી આવી ઘટના સામે આવી હતી. જ્યાં ફૂટપાથ પર સૂઈ રહેલા પરિવાર પર ટ્રક ચાલકે ટ્રક અથડાવી દીધી હતી.