ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં 5 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘાસનું સર્વોત્તમ ઉત્પાદન, જુઓ વિશેષ અહેવાલ - વીડી

જૂનાગઢમાં પાછલા 5 વર્ષની સરખામણીએ આ વર્ષે 110 જેટલી વીડી અને 31 હજાર હેક્ટર જંગલ વિસ્તારમાં અંદાજિત 2 કરોડ કિલો ઘાસનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેને પાછલા 5 વર્ષનું સર્વોત્તમ માનવામાં આવે છે. ઉત્પાદિત થયેલું ઘાસ આગામી 3 વર્ષ માટે સરકાર માટે અનામત રાખવામાં આવશે. જે અછતના સમયે પશુપાલકો માટે વરદાનરૂપ સાબિત થશે.

જૂનાગઢમાં 5 વર્ષની સરખામણીએ ઘાસનું સર્વોત્તમ ઉત્પાદન, 2 કરોડ કિલો ઘાસનું ઉત્પાદન થયું
જૂનાગઢમાં 5 વર્ષની સરખામણીએ ઘાસનું સર્વોત્તમ ઉત્પાદન, 2 કરોડ કિલો ઘાસનું ઉત્પાદન થયું

By

Published : Nov 2, 2020, 7:03 PM IST

  • ઉત્પાદિત થયેલું ઘાસ આગામી 3 વર્ષ માટે સરકાર માટે અનામત રાખવામાં આવશે
  • પાછલા 5 વર્ષમાં આ વર્ષે 2 કરોડ કિલો ઘાસનું ઉત્પાદન થવાનો અંદાજ
  • 110 વીડી અને 31 હજાર હેકટર વિસ્તારમાં ઘાસનું ઉત્પાદન કરાયું
  • 5 ડિવિઝન નીચે આવતા સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં કરાયું ઘાસનું ઉત્પાદન
  • જૂનાગઢ વન્ય વર્તુળને મળી સફળતા 2 કરોડ કિલો ઘાસનું કર્યું ઉત્પાદન

    જૂનાગઢઃ જૂનાગઢ વન્ય વર્તુળને મોટી સફળતા મળી છે. પાછલા 5 વર્ષની સરખામણીએ આ વર્ષે 2 કરોડ કિલો ઘાસનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જૂનાગઢ વન્ય વર્તુળ નીચે આવતા 5 ડિવિઝન અને 10 જેટલા જિલ્લાઓમાં આવેલી 110 જેટલી વિડીઓમાં 2 કરોડ કિલો ઘાસનું ઉત્પાદન કરવાનો લક્ષયાંક સિદ્ધ કરવામાં આવ્યો છે. વર્ષ 2018 અને 19માં 1.5 કરોડ કિલો ઘાસનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે 2.00 કરોડ કિલોની પર પણ પહોંચી જશે તેવો વિશ્વાસ વનવિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

  • ઘાસના ઉત્પાદન સિંહોની સાથે અન્ય જંગલી પ્રાણીઓ માટે આશીર્વાદ સમાન

    જૂનાગઢ વન્ય વર્તુળ ડિવિઝન નીચે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર મળીને કુલ 10 જેટલા જિલ્લાઓ આવે છે. જેમાં ઉત્પાદિત થતું ઘાસ 163 ગોડાઉન અને 31 જેટલી ખુલ્લી જગ્યાઓમાં સંગ્રહ કરવામાં આવે છે. આ ઘાસનો સંગ્રહ 3 વર્ષ સુધી કરવામાં આવે છે. જેનો રાજ્ય સરકાર અછતના સમયમાં પશુપાલકોને આપવા માટે કરતી હોય છે. ત્યાર બાદ વન વિભાગ આ ઘાસનું બજારભાવે વેચાણ કરે છે. વીડીઓમાં ઘાસનું ઉત્પાદન સિંહો અને અન્ય પ્રાણીઓ માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે જેને કારણે માનવ અને જંગલી પ્રાણીઓનો સીધો સંઘર્ષ પણ ટાળવામાં કેટલીક સફળતા પણ મળી છે.
    ઉત્પાદિત થયેલું ઘાસ આગામી 3 વર્ષ માટે સરકાર માટે અનામત રાખવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details