જૂનાગઢ: ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થયા છે. શહેરમાં NDRFની ટીમે અને જૂનાગઢ ફાયર વિભાગે પૂરના પાણીમાં ફસાયેલા 40 કરતાં વધુ ખેડૂતો અને ખેત મજૂરોનું ટીનમસ અને બામણાસા ગામમાંથી રેસ્ક્યુ કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે જૂનાગઢનો ઘેડ વિસ્તાર જળબંબાકાર થયો છે.
જૂનાગઢ ફાયર વિભાગ અને NDRFની ટીમે 40થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું - Latest news and update on rain in Gujarat
હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે નીચાણ વાળા વિસ્તાર તેમજ આસપાસના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ ફાયર વિભાગ અને NDRFની ટીમે 40 કરતાં વધુ લોકોને રેસ્ક્યુ કરીને પૂરમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી છે.
જૂનાગઢ
જેમાં ગઈકાલે વંથલી તાલુકાના ટીનમસ ગામમાં તેમજ કેશોદ તાલુકાના બામણાસા ગામમાં કેટલાક ખેડૂતો અને ખેત મજૂરો પૂરના પાણીમાં ફસાયા હોવાની વિગત મળી હતી. તમામ લોકોને બચાવી લેવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ટીનમસ ગામના બે ખેતરોમાંથી 11 જેટલા ખેડૂતો અને ખેત મજૂરો તેમજ કેશોદ તાલુકાના બામણાસા ગામમાં 30 કરતાં વધુ ખેત મજૂરો અને ખેડૂતોનું રેસ્કયું કરવામાં NDRF અને જૂનાગઢ ફાયર વિભાગને સફળતા મળી હતી.