જૂનાગઢ: મંગળવારે રાજ્ય સરકારેપેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) કાડને લઇને લેવાયેલીહેડ ક્લાર્ક પરીક્ષા રદ (GSSSB Head Clerk Exam Canceled) કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને જૂનાગઢના વિદ્યાર્થીઓ સાથે etv ભારત સંવાદ કર્યો હતો. જેમાં પરીક્ષાર્થીઓએ પેપર લીક થવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને રાજ્ય સરકાર ખૂબ સારી વ્યવસ્થા સાથે ફરી પરીક્ષાનું તંત્ર ઉભુ કરે તેવી માંગ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓએ ETV bharat સમક્ષ ઠાલવી તેમની વ્યથા
રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં વહીવટી કામ કરવા માટે કર્મચારીઓની ભરતી કરવા સારુ પરીક્ષાનુ આયોજન કર્યું હતું. પરીક્ષા પૂર્ણ થયાને બે દિવસ બાદ પરીક્ષામાં આપવામાં આવેલું પ્રશ્નપત્ર પરીક્ષા લેવાના બે દિવસ પૂર્વે લીક થયું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો. જેને લઇને રાજ્ય સરકારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પેપર લીક કાડ ને લઇને કેટલાક આરોપીઓ પોલીસ સકંજામાં જોવા મળી રહ્યા છે. ત્યારે મંગળવારે રાજ્ય સરકારે ગુજરાત ગૌણ સેવા આયોગ (Gujarat Secondary Service Commission) દ્વારા લેવાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને etv ભારતે જૂનાગઢ પરીક્ષાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં પરીક્ષાર્થીઓએ પેપર ફૂટવાની ઘટના અને ત્યાર બાદની પરિસ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને રાજ્ય સરકાર આ પ્રકારની ખામી રહિત પરીક્ષાનું આયોજન કરે તેવી માંગ કરી હતી.
રાજ્ય સરકાર પરીક્ષાનું સુચારું આયોજન કરે તેવી માંગ પરીક્ષાર્થીઓ કરી
પેપર લીક થવાની ઘટનાને લઇને હવે સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવી શકે ત્યારે પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ રાજ્ય સરકાર સમક્ષ એક જ માત્ર માંગ કરી રહ્યા છે કે, પરીક્ષાનું સુચારૂ આયોજન થાય અને કોઈ પણ પ્રકારની ગરબડ કે ગેરરીતિ વગર પરીક્ષા પૂર્ણ થાય અને ન્યાયપૂર્ણ રીતે ઉમેદવારોની પસંદગી થાય તે જોવાની નૈતિક જવાબદારી રાજ્ય સરકારની છે. ત્યારે પેપર લીક થવાની ઘટના રાજ્ય સરકારની નિષ્કાળજીનુ ઉદાહરણ છે. ત્યારે નવેસરથી પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર તેની નૈતિક જવાબદારી સમજીને સંપૂર્ણ પરીક્ષાનું સુચારૂં અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ગરબડ ન થાય તે પ્રકારની પરીક્ષાનું આયોજન કરે અને ન્યાયપૂર્ણ રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પરીક્ષાર્થીઓને પસંદ કરે તેવી માંગ જૂનાગઢના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.