જૂનાગઢઃ આગામી દિવસોમાં કોર્પોરેશન વિસ્તારમાં રોડ ગટર પાણી પાઇપલાઇન અને સ્ટ્રીટ લાઈટ જેવી માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવશે. મંગળવારે જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં અંદાજિત 22 કરોડ કરતા વધુના ખર્ચે 20 જેટલા કામોને મંજૂરીની આખરી મહોર મારી દેવામાં આવી છે.
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂપિયા 22 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી - જૂનાગઢ ગ્રામીણ ન્યુઝ
આગામી દિવસોમાં કોર્પોરેશન વિસ્તારમાં રોડ ગટર પાણી પાઇપલાઇન અને સ્ટ્રીટ લાઈટ જેવી માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવશે. મંગળવારે જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં અંદાજિત ૨૨ કરોડ કરતા વધુના ખર્ચે 20 જેટલા કામોને મંજૂરીની આખરી મહોર મારી દેવામાં આવી છે.
જે આગામી સામાન્ય સભામાં અંતિમ મંજૂરી મળતા શહેર કોર્પોરેશન વિસ્તારમાં વિકાસના કામો ફરી એક વખત વેગવંતા બનતા જોવા મળશે. મંગળવારે કચેરીના સભાખંડ મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત સમિતિના તમામ સભ્યો અને મનપાના અધિકારીઓની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચાને અંતે 22 કરોડ કરતા વધુના કામોને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. વિતેલા સાત મહિનાથી જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં મોટા ભાગના માર્ગો ભારે વરસાદ અને ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇનના કારણે અતિ બિસ્માર બની ગયા છે. તો બીજી તરફ પીવાના પાણીની પાઇપલાઇનનું કામ પણ ચાલી રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં આગામી દિવસોમાં જૂનાગઢ શહેરના ખખડધજ બની ગયેલા માર્ગોને સમારકામથી લઈને નવિનીકરણના કામો ટૂંક સમયમાં શરૂ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી આપ્યું છે. જે આગામી દિવસોમાં મનપાની સામાન્ય સભામાં રજૂ થઇ અંતિમ મંજૂરીની મહોર લાગતાં જ શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં વિકાસના કામો ફરી એક વખત વેગવંતા બનતા જોવા મળશે.