ગુજરાત

gujarat

ETV Bharat / city

Junagadh Corona Update: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ - corona case in gujarat

જૂનાગઢ (Junagadh Corona Update) અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાહતના સમાચાર એ છે કે, ત્રણેય જીલ્લામાં ઓમિક્રોન સંક્રમિત (corona new variant omicron)કેસો કે કોઈ દર્દીનું મોત થયું નથી.

Junagadh Corona Update: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
Junagadh Corona Update: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ

By

Published : Jan 10, 2022, 9:09 PM IST

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં (corona case in junagadh) આજે સતત બીજા દિવસે સંક્રમિત કેસોનો (Junagadh Corona Update) આંકડો 40ને પાર કરતો જોવા મળ્યો હતો. 2 દિવસ પૂર્વે જૂનાગઢ જિલ્લામાં સંક્રમિત કેસનો આંકડો 21 જોવા મળતો હતો. જેમાં 2 દિવસમાં 200 ટકાનો વધારો આવ્યો છે, સાથે સાથે જૂનાગઢના પાડોશી જિલ્લા તરીકે સરહદ ધરાવતા અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ધીમા પગલે વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય પણ બની શકે છે.

જુનાગઢમાં કુલ 44 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા

આજે સોમવારે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 33 અને અન્ય 9 તાલુકામાં 11 મળીને કુલ 44 વ્યક્તિઓ કોરોના સંક્રમિત સામે આવ્યા હતા. આજે 04 વ્યક્તિઓ સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી હતી, તો ગઈકાલે ધીમા પડેલા રસીકરણ અભિયાનમાં આજે વેગ મળ્યો છે અને જિલ્લામાં 7957 વ્યક્તિઓને કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપતી રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના પણ સંક્રમણનો ધીમે ધીમે વધારો

જૂનાગઢના પાડોશી જિલ્લા અમરેલી અને ગીર સોમનાથમાં પણ કોરોના સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજે સોમવારે સંસ્કૃત યુનિવર્સિટીના 9 અધ્યાપકો 4 વિદ્યાર્થીઓ અને અન્ય કર્મચારીઓ મળીને 15 જેટલા સંક્રમિત કોસો સામે આવ્યા હતા. જિલ્લામાં 27 જેટલા નવા કોરોના સંક્રમિત કેસો પણ નોંધવામા આવ્યા છે, સાથે સાથે 17 જેટલા વ્યક્તિઓ સંક્રમણથી મુક્ત થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં 5960 જેટલા વ્યક્તિઓને કોરોના રસી અપાઈ

ગીર સોમનાથ જિલ્લામાં 5960 જેટલા વ્યક્તિઓને કોરોના રસીનો ડોઝ આપીને સંક્રમણ સામે સુરક્ષિત કરાયા હતા, તો અમરેલી જિલ્લામાં પણ સતત કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. 24 કલાક દરમિયાન નવા 23 કેશો સામે આવ્યા છે, તો જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સંક્રમિત થયા બાદ સારવાર લઈ રહેલા 08 જેટલા દર્દીઓ સંક્રમણથી મુક્ત થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તો અમરેલી જીલ્લામાં 8733 જેટલા વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપીને સંક્રમણ સામે સુરક્ષા આપવામાં આવી હતી.

આ પણ વાંચો:

Junagadh Corona Update: જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસોમાં સતત ઉતાર-ચઢાવ

Junagadh Corona Update: જૂનાગઢમાં ધીમી ગતીએ પગલા માંડતો કોરોના

ABOUT THE AUTHOR

...view details