- નાણાકીય વર્ષના પ્રથમ દિવસેAPMCમાંકૃષિ જણસોની લે-વેચ થઈ શરૂ
- ઘઉં, ચણા, તુવેર, ધાણા સહિતના પાકોની થઈ મબલખ આવક
- ખેડૂતોને ચણા સહિતના પાકોમાં પોષણક્ષમ ભાવ મળી રહ્યાનોAPMCનાઅધિકારીનો દાવો
- નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જુનાગઢAPMCમાંકૃષિ જણસોનાની ખરીદી થઈ શરૂ
જૂનાગઢઃ નાણાકીય વર્ષ 2021-22નો પ્રથમ દિવસ હતો, ત્યારે જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઘઉં, ચણા, તુવેર, ધાણા સહિતના શિયાળુ પાકોની લે વેચ ફરી એક વખત શરૂ થતી જોવા મળી રહી છે. ગત 25 માર્ચ થી 1એપ્રિલ સુધી નાણાકીય વર્ષ 2020-21ને કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું કૃષિ જણસોનાની લે વેચ સહિત તમામ કામકાજ સદંતર બંધ રાખવામાં આવ્યું હતું. જે પૂર્વવત થતાં શિયાળુ પાકોની મબલખ આવક થતી જોવા મળી હતી. જે આગામી દિવસોમાં વધુ વધી શકવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
શિયાળુ પાકોની હરાજી માટે જૂનાગઢ એપીએમસી ઊભરાયું આ પણ વાંચોઃરાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં નવી આવક પર રોક કૃષિ જણસોના પોષણક્ષમ ભાવોAPMCજૂનાગઢમાં મળી રહ્યા છે
જુનાગઢ APMCમાં ઘઉ, ધાણા, તુવેર, ચણા અને સોયાબીન સહિત કેટલાક શિયાળુ જણશો વેચાણ માટે આવતી હોય છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને ચણાનુ મબલખ ઉત્પાદન થતું હોય છે, ત્યારે APMC જૂનાગઢમાં પણ ઘઉં અને ચણાની વિશેષ અને મબલખ આવક જોવા મળે છે. જેમાં ઘઉં ટુકડાના પ્રતિ 20 કિલોના બજાર ભાવ નીચામાં 350 અને ઉંચા 425 તેમજ ઘઉં લોકવનના નીચામાં 350 અને ઉંચામાં 380 સુધી બજાર ભાવો જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ચણાના નીચા બજારભાવો પ્રતિ 20 કિલો 800 રૂપિયા અને ઉચામાં પ્રતિ 20 કિલોના 910 રૂપિયા જોવા મળે છે. જેમાં પણ આવક વધવાની સાથે સારા માલના બજાર ભાવો વધુ ઉંચકાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગર અને શિયાળુ પાકને નુકસાન