- મોઘવારીને લઈને જૂનાગઢમાં કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન
- જૂનાગઢ શહેર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન
- કેટલાક કાર્યકરોની પોલીસે કરી અટકાયત
જૂનાગઢ: સતત વધી રહેલી મોંઘવારી પેટ્રોલ અને ડિઝલમાં પ્રતિ દિન થઈ રહેલો ભાવ વધારો ની સાથે રાંધણ ગેસના ભાવો પણ સર્વોચ્ચ જોવા મળતાં તેના વિરોધમાં આજે જૂનાગઢ શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યકરોની જૂનાગઢ પોલીસે અટકાયત કરી
આ કાર્યક્રમમાં શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ચેતન ગજેરા સહિત કેટલાક કાર્યકરો જોડાયા હતા. ગાંધી ચોક વિસ્તારમાં કાર્યકરોને પ્રદર્શન કરીને સતત વધી રહેલી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં શામેલ શહેર પ્રમુખ સહિત કાર્યકરોની જૂનાગઢ પોલીસે અટકાયત કરી હતી.
આ પણ વાંચો:શાળાની 25 ટકા ફીના નિર્ણયને લઈને જૂનાગઢ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન પોલીસે કરી કાર્યકરોની અટકાયત
જૂનાગઢ શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન